શિવસેનાના શિવશાહી કેલેન્ડરમાં બાળાસાહેબ ઠાકરેના નામ આગળ ઉર્દૂ શબ્દ ‘જનાબ’ લગાડવામાં આવ્યો

0
318
શિવશાહીના આ કેલેન્ડરમાં ઉપરની બન્ને બાજુએ શિવસેના અને યુવાસેના લખેલું છે. આ કેલેન્ડર મરાઠી, અંગ્રેજી અને ઉર્દુમાં પણ છે.
શિવશાહીના આ કેલેન્ડરમાં ઉપરની બન્ને બાજુએ શિવસેના અને યુવાસેના લખેલું છે. આ કેલેન્ડર મરાઠી, અંગ્રેજી અને ઉર્દુમાં પણ છે.

મુંબઈ: હિન્દુત્વના નારા સાથે રાજકારણમાં ઝંપલાવનારી શિવસેનાની મહારાષ્ટ્રનું શાસન મળ્યા બાદ બદલાયેલી ભૂમિકા ઘણાંને આંચકો આપનારી છે અને તેથી સાથીપક્ષ ભાજપ તેમના આ બદલાયેલા સ્વરૂપને વખોડવાનો એક પણ મોકો છોડતી નથી. શિવસેનાના શિવશાહી કેલેન્ડરમાં બાળાસાહેબ ઠાકરેના નામ આગળ ઉર્દૂ શબ્દ ‘જનાબ’ લગાડવામાં આવ્યો છે. હિન્દુહૃદય સમ્રાટ તરીકે જાણીતા બાળ ઠાકરેના નામ આગળ આ શબ્દથી ભાજપ ભડકી છે. આ સાથે આચાર્ય તુષાર ભોંસલેએ પણ ટીકા કરી હતી અને ‘હિન્દુહૃદય સમ્રાટથી જનાબ બાળાસાહેબ ઠાકરે. અઝાન સ્પર્ધા બાદ શિવસેનાની આ પ્રશંસનીય કમગીરી બદલ માનનીય બાળાસાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને તેમની ખાસ શૈલીમાં અભિનંદન કરું છું’. તેવી ટ્વીટ કરી તેમણે ઠાકરે પરિવાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો ભાજપના નેતા અતુલ ભાતખળકરે શિવસેનાને તેનું અગાઉનું નિવેદન યાદ અપાવ્યું હતું અને કેલેન્ડર સાથે ટ્વીટ કરી હતી કે શિવસેનાને હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી. શિવશાહીના આ કેલેન્ડરમાં ઉપરની બન્ને બાજુએ શિવસેના અને યુવાસેના લખેલું છે. આ કેલેન્ડર મરાઠી, અંગ્રેજી અને ઉર્દુમાં પણ છે. કેલેન્ડરમાં અંગ્રેજી મહિનાની બાજુમાં ઈસ્લામિક મહિનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અને ઉપરની બાજુ બાળ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના નામ આગળ જનાબ લગાડવામાં આવ્યું છે.

અગાઉ શિવસેનાએ ધાર્મિક સ્થળો ખોલવાની છૂટછાટ ન આપતા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ તેમને પત્ર લખ્યો હતો અને તેમના હિન્દુત્વ બાબતે સવાલો કર્યા હતા. ઠાકરેએ તેમને લતો પત્ર લખી હિન્દુત્વ સાબિત કરવા માટે અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, તેમ લખ્યું હતું. થોડા દિવસો પહેલા શિવસેનાના દક્ષિણ મુંબઈ એકમે અઝાન માટેની સ્પર્ધા યોજી હતી, જેમાં પછીથી સેનાના સ્થાનિક નેતાએ પાછીપાની કરી લીધી હતી. ૨૫ વર્ષની શિવસેના અને ભાજપની યુતિને ભગવી યુતિ તરીકે ઓળખવામાં આવે છે. રામ મંદીરથી માંડી ઘણાં મુદ્દે શિવસેનાએ હિન્દુ ધર્મ મામલે વધારે આક્રમક અભિગમ દર્શાવ્યો છે. હાલમાં તેઓ કૉંગ્રેસ અને એનસીપી સાથે મહારાષ્ટ્રમાં સત્તામાં છે અને બન્ને બિનસાંપ્રદાયિક પક્ષ હોવાથી સેનાએ આક્રમકતા છોડવાની ફરજ પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here