જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બનશે દેશના નવા મુખ્ય ન્યાયાધીશ, CJI લલિતે સોંપ્યું નામ

0
134
મંગળવારે વર્તમાન ચીફ જસ્ટિસ યુયુ લલિતે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોને સવારે 10:15 વાગ્યે જજ લોન્જમાં ભેગા થવાનું આમંત્રણ આપ્યું હતુ, જેમાં જસ્ટિસ લલિતે પોતાના અનુગામીનું નામ સૂચવતો નામે એક પત્ર સરકારને સોંપ્યો છે.
આગામી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અંગે એક રોચક તથ્ય પણ છે. જસ્ટિસ ચંદ્રચૂડના પિતાજી વાય વી ચંદ્રચુંડ પણ સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ચીફ જસ્ટિસ રહ્યાં હતા. રસપ્રદ વાત એ છે કે જસ્ટિસ ચંદ્રચૂડના પિતા દેશના સૌથી લાંબા સમય સુધીના ચીફ જસ્ટિસ રહ્યાં હતા.

અમદાવાદ : ભારતની સર્વોચ્ચ અદાલતને ખૂબ જ ટૂંકાગાળામાં અનેક નવા મુખ્ય ન્યાયાધીશ મળી રહ્યાં છે. બે વર્ષના નજીવા સમયમાં ભારતને કુલ 3 CJI મળ્યા છે. દેશના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતનો કાર્યકાળ નવેમ્બર મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે તેમના ઉત્તરાધીકારી માટે લલિતે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ સૂચવ્યું છે. દેશના નવા મુખ્ય ન્યાયાધીશ અંગે આજે, મંગળવારે વર્તમાન ચીફ જસ્ટિસ યુયુ લલિતે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોને સવારે 10:15 વાગ્યે જજ લોન્જમાં ભેગા થવાનું આમંત્રણ આપ્યું હતુ, જેમાં જસ્ટિસ લલિતે પોતાના અનુગામીનું નામ સૂચવતો નામે એક પત્ર સરકારને સોંપ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે સોંપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર વતી કાયદા મંત્રાલયે CJI લલિતને તેમના ઉત્તરાધિકારીના નામની ભલામણ મોકલવા વિનંતી કરી હતી. ચંદ્રચુડ વર્તમાન સીજેઆઈ લલિત પછી સૌથી વરિષ્ઠ છે અને તેથી સંભવિત હતુ કે ચંદ્રચુડના નામની ભલામણ સરકારને કરવામાં આવી છે. આગામી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અંગે એક રોચક તથ્ય પણ છે. જસ્ટિસ ચંદ્રચૂડના પિતાજી વાય વી ચંદ્રચુંડ પણ સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ચીફ જસ્ટિસ રહ્યાં હતા. રસપ્રદ વાત એ છે કે જસ્ટિસ ચંદ્રચૂડના પિતા દેશના સૌથી લાંબા સમય સુધીના ચીફ જસ્ટિસ રહ્યાં હતા. CJI લલિતનો કાર્યકાળ 8 નવેમ્બર, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને તેઓ માત્ર 74 દિવસ માટે આ પદ સંભાળશે. જસ્ટિસ લલિતને ભૂતપૂર્વ CJI NV રમનનો કાર્યકાળ પૂરો થયા બાદ 26 ઓગસ્ટ 2022ના રોજ દેશના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ માત્ર અઢી મહિનાનો છે, જ્યારે તે પહેલાંના મુખ્ય ન્યાયાધીશોના સરેરાશ કાર્યકાળ 1.5 વર્ષના હતા. જો જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને CJI જાહેર કરવામાં આવે છે તો તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના જજ 65 વર્ષની ઉંમરે અને હાઈકોર્ટના જજ 62 વર્ષની ઉંમરે રિટાયર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here