ભારતની સોનાની આયાત 30 ટકા ઘટીને 31.8 અબજ ડોલર થઈ

0
41

– સોનાની આયાતની દેશની ચાલુ ખાતાની ખાધ પર અસર

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ ૧૧ મહિના દરમિયાન દેશની સોનાની આયાત લગભગ ૩૦ ટકા ઘટીને ૩૧.૮ અબજ ડોલર થઈ છે. ઉંચી કસ્ટમ ડયુટી અને વૈશ્વિક આથક અનિશ્ચિતતા વચ્ચે સોનાની આયાત ઘટી છે.

વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સમાન સમયગાળામાં પીળી ધાતુની આયાત ૪૫.૨ અબજ ડોલર હતી. ઓગસ્ટ ૨૦૨૨થી સોનાની આયાત નેગેટીવ રહી છે. જોકે ગત નાણાંકીય વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ચાંદીની આયાત ૬૬ ટકા વધીને ૫.૩ અબજ ડોલર રહી છે. સોનાની આયાત દેશની ચાલુ ખાતાની ખાધને અસર કરે છે. સોનાની આયાતમાં તીવ્ર ઘટાડો થયો હોવા છતાં દેશની વેપાર ખાધમાં મદદ મળી નથી. આયાત અને નિકાસ વચ્ચેના તફાવતને વેપાર ખાધ કહેવામાં આવે છે. એપ્રિલ-ફેબ્રુઆરી ૨૦૨૨-૨૩માં વેપાર ખાધ ૨૪૭.૫૨ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે ૧૭૨.૫૩ અબજ ડોલર હતી.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોલિન શાહે જણાવ્યું કે, ‘ભારતે એપ્રિલ-જાન્યુઆરી, ૨૦૨૩ દરમિયાન લગભગ ૬૦૦ ટન સોનાની આયાત કરી છે. ઊંચી આયાત ડયૂટીને કારણે તેમાં ઘટાડો થયો છે. ખાધને નિયંત્રિત કરવા માટે સરકારે ગયા વર્ષે સોના પરની આયાત ડયૂટી ૧૦.૭૫ ટકાથી વધારીને ૧૫ ટકા કરી હતી.
ભારત વાર્ષિક ૮૦૦-૯૦૦ ટન સોનાની આયાત કરે છે. ગત નાણાંકીય વર્ષના ૧૧ મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ ૦.૩ ટકા ઘટીને ૩૫.૨ અબજ ડોલર થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here