અલવિદા CDS બિપિન રાવત: આખરી વિદાય આપવા આવેલા લોકો ધ્રુસકેને ધ્રુસકે રડી યાદ કરી રહ્યા છે દેશના વીર સપૂતને

0
299
NSA અજિત ડોભાલ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. જનરલ બિપિન રાવતનો પાર્થવ દેહ આજે બેસ હોસ્પિટલથી તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે. 
NSA અજિત ડોભાલ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. જનરલ બિપિન રાવતનો પાર્થવ દેહ આજે બેસ હોસ્પિટલથી તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે. 

નવી દિલ્હી: એક દુ:ખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત અને તેમના પત્ની સહિત 13 લોકોના મૃત્યુ થયા હતા. નાગરિકો આજે દિલ્હીમાં શ્રદ્ધાંજલિ આપી શકશે. જનરલ રાવત અને તેમના પત્ની મધુલિકાના પાર્થિવ દેહ તેમના કામરાજ માર્ગ સ્થિત નિવાસ પર સવારે 11 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી રાખવામાં આવશે. જેથી કરીને લોકો શ્રદ્ધાજંલિ આપી શકે. બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઉમટી પડ્યા છે. યાદ કરીને ચોધાર આંસુએ રડી પડે છે. જે દર્શાવે છે કે દેશ પોતાના જાંબાઝોને ગુમાવીને કેટલો વ્યથિત છે સીડીએસ જનરલ બિપિન રાવતને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી. તેમના આવાસ પર એનસીપી ચીફ શરદ પવાર પણ હાજર છે. થોડીવારમાં રાહુલ ગાંધી પણ સીડીએસ જનરલ બિપિન રાવતના ઘરે પહોંચી શકે છે. ત્રણેય સેના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને વાયુસેના ચીફ એરચીફ માર્શલ વી આર ચૌધરીએ બ્રિગેડિયર એલ એસ લિડ્ડરને બ્રાર સ્કવેર દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતે શ્રદ્ધાંજલિ આપી. NSA અજિત ડોભાલ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. જનરલ બિપિન રાવતનો પાર્થવ દેહ આજે બેસ હોસ્પિટલથી તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે. શહીદ બ્રિગેડિયર લખબિન્દર સિંહ લિડ્ડરના અંતિમ સંસ્કાર આજે સવારે થશે. બેસ હોસ્પિટલથી પાર્થિવ દેહ રવાના થઈ ચૂક્યો છે. તેમના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ સામેલ થશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here