ધોરણ 10ના રિપીટર પરિણામ જાહેર: 2.98 લાખ વિદ્યાર્થીમાંથી માત્ર 30 હજાર જ પાસ થયા

0
95
વિદ્યાર્થિનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનારા વિદ્યાર્થીઓ પણ 113 છે.
વિદ્યાર્થિનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનારા વિદ્યાર્થીઓ પણ 113 છે.

ધોરણ 10ના કુલ 3 લાખ 26 હજાર 505 રિપીટર વિદ્યાર્થીએ પરીક્ષા માટેનાં ફોર્મ ભર્યાં હતાં

અમદાવાદ : 23 ઓગસ્ટ સોમવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે, જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે. ધોરણ 10ના કુલ 3 લાખ 26 હજાર 505 રિપીટર વિદ્યાર્થીએ પરીક્ષા માટેનાં ફોર્મ ભર્યાં હતાં. તેમાંથી 2 લાખ 98 હજાર 817 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 30 હજાર 12 વિદ્યાર્થી પાસ થયા છે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર 10.04 ટકા જ પરિણામ આવ્યું છે.ધોરણ 10માં 95 હજાર 696 વિદ્યાર્થિની અને 2 લાખ 3 હજાર 121 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાં 12 હજાર 201 વિદ્યાર્થિની અને 17 હજાર 811 વિદ્યાર્થી પાસ થયાં છે. આ પરીક્ષામાં 12.75 ટકા વિદ્યાર્થિનીઓ, જ્યારે 8.07 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે, એટલે કે કુલ પરિણામ માત્ર 10.04 ટકા જ આવ્યું છે. 191 ઉમેદવારને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89 હજાર 106 રિપીટર વિદ્યાર્થીઓથી 78 હજાર 215 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. એમાં 19 હજાર 32 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે વિદ્યાર્થિનીઓની વાત કરીએ તો… 40 હજાર 727 વિદ્યાર્થિનીમાંથી 35 હજાર 439 વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી, જેમાં 12 હજાર 564 વિદ્યાર્થિની પાસ થઈ હતી, જેની ટકાવારી જોઈએ તો 35.45 ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓમાં 24.31 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે, એટલે કે વિદ્યાર્થિનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનારા વિદ્યાર્થીઓ પણ 113 છે. 6 દિવસ પહેલાં જાહેર થયેલા 12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ આવ્યું હતું. 12 સાયન્સના કુલ 30343 વિદ્યાર્થીએ જ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 4649 વિદ્યાર્થી જ પાસ થયા હતા. A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીને પરીક્ષા આપી હતી, જેની સામે 1130 વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425માંથી 297 વિદ્યાર્થિની પાસ થઈ છે. B ગ્રુપમાં 9554માંથી 1151 વિદ્યાર્થી જ પાસ થયા છે, જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી. એમાંથી 2071 વિદ્યાર્થિની પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી, જેમાંથી એકપણ પાસ થયા નથી .B કરતાં A ગ્રુપનું પરિણામ વધુ છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે, જેમાં પાસ થનારાની સંખ્યા માત્ર 9 છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here