નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને આ દેશે સંભળાવી 10 વર્ષની જેલની સજા, અપરાધ જાણીને તમે પણ ચોંકી જશો

0
58
ઇન્ટરનેશનલ ડેસ્કઃ બેલારુસની એક કોર્ટે વર્ષ 2022 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયેલાં માનવાધિકારના કાર્યકર્તા એલેસ બાલિયાત્સકીને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. એલેસે એક વિરોધ પ્રદર્શન અને અન્ય અપરાધોમાં દોષી જાહેર કરાયા છે. રાઇટ્સ ગ્રુપનું કહેવું છે કે, બાલિયાત્સ્કી વિરુદ્ધ દાખલ કરાયેલો કેસ રાજનીતિથી પ્રેરિત હતો. આ માહિતી રાઇટ્સ ગ્રુપ વિયાસનાએ ટ્વીટ કર્યું છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ મુજબ, એલેસની સાથે 3 લોકોને પણ દોષી જાહેર કરવામાં આવ્યા છે. મિન્સ્ક કોર્ટે બેલિયાત્સ્કીએ 12 વર્ષની સજા આપવાની માગ કરી હતી. પણ કોર્ટના આરોપને જોતાં 10 વર્ષની સજા સંભળાવી છે. એલેસ અને તેના સહયોગિઓ પર વિપક્ષના વિરોધ પ્રદર્શનોમાં ફાઇનાન્સ અને ધન તસ્કરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

નિર્વાસિત બેલારુસી વિપક્ષી નેતા સ્વેતલાના સિખાનસકાયાએ એલેસનું સમર્થન કરતાં કહ્યું કે, દરેકને ખોટી રીતે દોષી જાહેર કરાયા છે. આ નિર્ણય ભયાવહ છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે, ‘અમે આ શરમજનક અન્યાય વિરુદ્ધ લડવા અને તેમને મુક્ત કરવા માટે દરેક પ્રયત્ન કરવા જોઈએ. ઘણાં સમયથી રાજકારણમાં સક્રિય રહેલાં નેતા એલેક્ઝાન્ડર લુકાશેન્કોને વર્ષ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયા હતાં. આ પછી ખૂબ જ વિરોધ પ્રદર્શન થયા છે. વર્ષ 2020થી સરકાર વિરુદ્ધ ઘણાં વિરોધ પ્રદર્શન થયા અને અત્યારસુધી ચાલુ છે. આ દરમિયાન 1500થી વધુ લોકોને જેલમાં નાખી દીધા હતાં. જેલમાં બંધ લોકોએ કાયદાકીય અને નાણાકિય સહાયતા પ્રદાન કરવામાં વિયાસનાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

60 વર્ષની ઉંમરમાં બાલિયાત્સ્કી વિયાસના માનવાધઇકાર ગ્રુપના સહ-સંસ્થાપક છે. બાલિયાત્સ્કીએ માનવાધિકારો અને લોકતંત્ર પર તેમના કામ માટે ગયા ઓક્ટોબર મહિનામાં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેને રશિયા અધિકાર સમૂહ મેમોરિયલ અને યૂક્રેનના સેન્ટર ફોર સિવિલ લિબર્ટિઝ સાથે શેર કરાયા હતાં. તેમની વર્ષ 2021માં વિયાસનાના બે સહકર્મીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here