રાજ્યમાં લગ્નપ્રસંગમાં 400ની જગ્યાએ 150 લોકોને, જ્યારે રાજકીય તથા ધાર્મિક પ્રસંગોમાં 400 લોકોને છૂટ અપાઈ

0
157
બે દિવસ પહેલાં કોર કમિટીની બેઠકમાં લગ્નપ્રસંગમાં 400 લોકોને મંજૂરી અપાઈ હતી, એ નવી ગાઈડલાઈન્સમાં 150 કરી દેવાઈ
બે દિવસ પહેલાં કોર કમિટીની બેઠકમાં લગ્નપ્રસંગમાં 400 લોકોને મંજૂરી અપાઈ હતી, એ નવી ગાઈડલાઈન્સમાં 150 કરી દેવાઈ

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત રાજ્ય સરકારે આજે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઊજવવાની પણ છૂટ આપી છે. 8 મહાનગરમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત રહી શકશે, એવી બે દિવસ પહેલાં મળેલી કોર કમિટીની બેઠકમાં જાહેરાત કરાઈ હતી, પરંતુ નવી કોવિડ ગાઈડલાઈન્સ જાહેર કરી એમાં સરકારે ફેરવી તોળ્યું છે. એમાં સરકારે લગ્નપ્રસંગમાં 400ની જગ્યાએ સંખ્યામાં ઘટાડો કરીને 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે રાજકીય અને ધાર્મિક પ્રસંગોમાં 400 લોકોને છૂટ અપાઈ છે.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર, રાજ્યમાં 8 મહાનગરમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની સમયમર્યાદા આગામી 31 જુલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે, એટલે કે આ 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે એ 31 જુલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here