ગુજરાત યુનિવર્સિટીમાં ભારતની ત્રણેય પાંખના વડા શહીદ જનરલ બીપીન રાવતને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો

0
76
75 દિવા સાથે સ્કેચની રંગોળી બનાવી શ્રધ્ધાંજલી અપાઈ હતી. આ પ્રસંગે કુલપતિ પ્રોફેસર હિમાંશુ પંડ્યાએ શ્રધ્ધાંજલી આપતો સંદેશ પાઠવ્યો હતો
75 દિવા સાથે સ્કેચની રંગોળી બનાવી શ્રધ્ધાંજલી અપાઈ હતી. આ પ્રસંગે કુલપતિ પ્રોફેસર હિમાંશુ પંડ્યાએ શ્રધ્ધાંજલી આપતો સંદેશ પાઠવ્યો હતો

ગુજરાત યુનિવર્સિટી ટીચર્સ એસોસિયેશન(GUTA) ના ઉપક્રમે આજ રોજ ભારતના ત્રણેય પાંખના વડા શહીદ જનરલ બીપીન રાવત (CDS)ને શ્રધ્ધાંજલી આપતો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીના કારગિલ પાર્ક ખાતે યોજાયેલ હતો. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસાર સહિત ગુટાના પ્રમુખ ડો.મુકેશભાઇ ખટીક, ડો.કમલજીત લખતરીયા, સિન્ડીકેટ સદસ્ય અને પ્રોફેસર ડો.વનરાજસિંહ ચાવડા, ગુટાનું કારોબારી મંડળ સહિત તમામ અનુસ્નાતક ભવનોના અધ્યક્ષો, વિભાગીય વડાઓ, અધ્યાપકો, અધિકારીઓ, વહીવટીય કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ બે મિનિટનું મૌન પાળી શાંતિપાઠ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ગુટાના પ્રમુખ સેક્રેટરી મંત્રી અને કારોબારી મંડળ આજ રોજ આગામી સમયમાં ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં કોઈ પણ સ્થાનને શહીદ બિપીન રાવતના નામાભિધાન આપવામાં માટેનો પ્રસ્તાવ પણ ગુજરાત યુનિવર્સીટી કચેરી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયના ઉપક્રમે જનરલ બીપીન રાવતને 75 દિવા સાથે સ્કેચની રંગોળી બનાવી શ્રધ્ધાંજલી અપાઈ હતી. આ પ્રસંગે કુલપતિ પ્રોફેસર હિમાંશુ પંડ્યાએ શ્રધ્ધાંજલી આપતો સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમમાં યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસાર સહિત કા.ગ્રંથપાલ ડો.યોગેશ પારેખ, સહિત અધિકારીઓ, વહીવટીય કર્મચારીઓ, વિદ્યાર્થીઓએ દીપ પ્રગટાવીને શ્ર્ધ્ધાંજલિ અર્પણ કરેલ હતી સાથે જ બે મિનિટનું મૌન પાળી શાંતિપાઠ કરવામાં આવ્યા હતા.આ રંગોળી બનાવતા સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી સમય લાગ્યો હતો. આ સ્કેચ નેશનલ કોલેજના પ્રોફેસર અને એલ્યુમની ડો.સલમાન શેખ અને રંગોળી આર.જે ત્રિબ્રવાલ કોલેજના વિદ્યાર્થિની આર્ચી શાહ, મૈત્રી, ગ્રંથાલયના સ્ટાફ માયા લિંબોલા, નિર્મિત કંસારા સહિતના સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here