સરધારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ:સી.આર.પાટીલે કહ્યું- ધર્મ વગરનું રાજકારણ અનીતિને નોતરે છે

0
271
શ્રીજી મહારાજે આપેલા આશીર્વાદ સાર્થક થયા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.
શ્રીજી મહારાજે આપેલા આશીર્વાદ સાર્થક થયા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.

અંદાજિત 3 લાખથી વધુ હરિભક્તો આ મહોત્સવમાં ભાગ લેશે

રાજકોટ : રાજકોટમાં સરધાર સ્વામિનારાયણ મંદિરે આજથી આઠ દિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે પ્રથમ દિવસે જ સવારે CM ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સરધાર સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના હતા. જેમનો કાર્યક્રમ હાલ રદ થયો છે.CM ભુપેન્દ્રભાઈ પટેલે પ્રવચનનો પ્રારંભ કુન્નુરમાં સીડીએસ જનરલ બીપીન રાવત સહિત 13 શહીદોને શ્રદ્ધાંજલી સાથે કર્યો હતો અને રાષ્ટ્રને ભારે ખોટ પડયાનું જણાવેલ હતું. ત્યારબાદ સીડીએસ જનરલ બીપીન રાવત સહિતના 13 શહીદોને શ્રદ્ધાંજલી અર્પવા બે મીનીટનું મૌન પાળવામાં આવેલ હતું. આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે દરબારગઢમાં ચાતુર્માસ ગાળ્યું છે અને શ્રીજી મહારાજે ત્યારે ભવિષ્યવાણી કરી હતી કે સરધારમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થશે જેનું આજે સાકાર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. શ્રીજી મહારાજે આપેલા આશીર્વાદ સાર્થક થયા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ મહોત્સવમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, લોકો કહે છે ધર્મ અને રાજકરણ અલગ હોવા જોઈએ પણ ધર્મ વગરનું રાજકારણ અનીતિ ને નોતરે છે. આપણા પ્રધાનમંત્રી એ અનેક મંદિરના જીર્ણોધ્ધાર કર્યા છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરનું પ્રધાનમંત્રીએ જીર્ણોદ્ધાર કરાવ્યું છે.આ પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલ CDS જનરલ બિપિન રાવત દેશને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે વહેલી સવારે સરધારમાં પોથીયાત્રા નિકળી હતી ત્યારબાદ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મહોત્સવનો શુભારંભ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here