ભાજપના ગુજરાતને વાયદા:આયુષ્યમાન ભારતમાં આવક મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરવા વાયદો, IITના તર્જ પર 4 GIT બનાવાશે

0
67
જે. પી. નડ્ડાએ સંકલ્પ પત્રનાં વિમોચન બાદ જણાવ્યુ કે, 'ગુજરાત સંતો, શૂરવીરો, સામાજીક પરિવર્તન લાવનારાની, રાજનૈતિક દ્રષ્ટીથી દિશા આપનારાઓની ભૂમિ છે. '
Gujarat Election આ વખતે ભાજપનાં મેનિફેસ્ટોમાં યુવા, રોજગારી, મહિલા, શિક્ષણ, આદિવાસી, આર્થતંત્ર અંગે મોટી વાતો કરી છે.

ગાંધીનગર :  ગુજરાતમાં ગણતરીનાં દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે. ત્યારે તમામ પક્ષો મતદારોને મનાવવા મોટા મોટા વચનોની લ્હાણી કરી રહ્યાં છે. આજે ભારતીય જનતા પાર્ટીએ પણ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. નોંધનીય છે કે, ભાજપ દાવો કરી રહ્યું છે કે, વર્ષ 2017માં સંકલ્પ પત્ર માંથી 70 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સંકલ્પ પત્રનાં વિમોચન કાર્યક્રમમાં ભાજપનાં અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.જે. પી. નડ્ડાએ સંકલ્પ પત્રનાં વિમોચન બાદ જણાવ્યુ કે, ‘ગુજરાત સંતો, શૂરવીરો, સામાજીક પરિવર્તન લાવનારાની, રાજનૈતિક દ્રષ્ટીથી દિશા આપનારાઓની ભૂમિ છે. ‘જે. પી. નડ્ડાએ સંકલ્પ પત્રનાં વિમોચન બાદ જણાવ્યુ કે, ‘ગુજરાત સંતો, શૂરવીરો, સામાજીક પરિવર્તન લાવનારાની, રાજનૈતિક દ્રષ્ટીથી દિશા આપનારાઓની ભૂમિ છે. ‘ તેમણે વધુમાં જણાવ્યું કે, 37 ટકા એફડીઆઈ અહીં આવી રહ્યો છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ખેડૂતો માટે 10 હજાર કરોડ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્કચર માટે થશે. 25 હજાર કરોડ રૂપિયા ખર્ચીને સિંચાઇની સુવિધા આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here