મોસ્ટ વેલ્યુડ સેલિબ્રિટીની યાદીમાં વિરાટને પાછળ ધકેલી રણવીર પ્રથમ

0
44
– ફિમેલ સેલેબ્સમાં દીપિકાને પાછળ ધકેલી આલિયા આગળ
– ફલોપ ફિલ્મો  છતાં 1500 કરોડથી વધુની બ્રાન્ડ વેલ્યૂ સાથે પતિ રણવીર મોખર પરંતુ પત્ની દીપિકા પાછળ રહી ગઈ , શાહરુખ દસમા ક્રમે

ભારતની મોસ્ટ વેલ્યુડ સેલિબ્રિટીની યાદીમાં વિરાટ કોહલીને પાછળ ધકેલી રણવીર સિંહ પ્રથમ ક્રમે રહ્યો છે. ૨૦૨૨ની સ્થિતિએ તેની બ્રાન્ડ વેલ્યૂ ૧૫૦૦ કરોડથી વધારેની અંદાજવામાં આવી છે. ટોપ ટેનની યાદીમાં અભિનેત્રીઓમાં દીપિકાને પાછળ ધકેલી આલિયા આગળ આવી ગઈ છે. 

વિરાટ ૧૪૬૩ કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે હવે બીજા નંબરે છે. જ્યારે અક્ષય કુમારે ૧૨૬૮ કરોડ રુપિયાની બ્રાન્ડ વેલ્યુ સાથે પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. 

મોસ્ટ  વેલ્યુડ સેલેબ્સની યાદીમાં ટોપ ટેનમાં અમિતાભ બચ્ચન, હૃતિક રોશન અને શાહરૂખ ખાન  સામેલ છે. જોકે, શાહરુખ ખાન છેક દસમા સ્થાને છે. જ્યારે સલમાનને આ યાદીમાં સ્થાન મળ્યું નથી. અભિનેત્રીઓમાં આલિયા ૮૫૦ કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે સૌથી મોખરે રહી છે. ઓવરઓલ ટોપ ટેન સેલેબ્સની યાદીમાં ચોથો ક્રમ મેળવી તેણે દીપિકાને પાછળ ધકેલી છે. દીપિકા ૬૮૪ કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે પાંચમાં કર્મે છે. 

સાઉથના કલાકારોની હાલ બોલબાલા છે પરંતુ ટોપ સેલેબ્સની યાદીમાં અલ્લુ અર્જુનને ૨૦મું અને પુષ્પાની હિરોઈન રશ્મિક મંદાનાને પચ્ચીસમું સ્થાન મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here