‘પાકિસ્તાનમાં હિંસા પાછળ BJP અને RSSનો હાથ’: પાકિસ્તાનનું અજીબોગરીબ નિવેદન

0
95
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશમાં સ્થિતિ વણસી ગઈ છે. પીટીઆઈ સમર્થકોએ પાકિસ્તાનના ઘણા શહેરોમાં હિંસા શરૂ કરી છે. આ દરમિયાન 19 લોકોએ જીવ ગુમાવ્યા હતા. શાહબાઝ શરીફની સરકાર પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ત્યારે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફના વિશેષ મદદનીશ અત્તા તરાર દ્વારા અજીબોગરીબ દાવો કરવામાં આવ્યો છે કે, RSS અને ભાજપ દ્વારા મોકલવામાં આવેલા લોકો પાકિસ્તાનમાં તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે.
પીએમ શાહબાઝ શરીફના ખાસ મદદનીશ અત્તા તરારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, જેઓ તોડફોડ કરી રહ્યા છે અને આગજની કરી રહ્યા છે તે તમામ લોકો ભારતમાંથી આવ્યા છે. આ લોકોને RSS અને BJP દ્વારા મોકલવામાં આવ્યા છે. ઈમરાન ખાનની ધરપકડ પાછળ RSS અને BJP સાથે જોડાયેલા લોકોનો હાથ છે. આ ઘટના બાદ ભારતમાં જશ્ન મનાવવામાં આવ્યો હતો. આરએસએસ અને ભાજપે તેનો જશ્ન મનાવ્યો હતો.
અત્તા તરારે કહ્યું કે પાકિસ્તાનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને ભારતમાં મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. બધું RSSના ઈશારે થયું છે. ઈમરાન ખાનની ધરપકડ બાદથી દેશભરમાં વ્યાપક અશાંતિ અને હિંસક અરાજકતા ફેલાઈ ગઈ છે.
પ્રદર્શનકારીઓએ રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટર (GHQ) તરફ જતા રસ્તાઓ પર ટાયર સળગાવી અને ઈંટો અને બ્લોક્સ ફેંક્યા હતા જ્યારે અન્ય લોકોએ GHQ ના મુખ્ય દરવાજા પર પથ્થરો અને ઈંટો ફેંકી હતી. ઈસ્લામાબાદ, લાહોર, કરાચી, પેશાવર અને દેશભરના અન્ય મોટા શહેરોમાં પીટીઆઈ સમર્થકોએ તેમનો ગુસ્સો દર્શાવતા મુખ્ય માર્ગો જામ કરી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here