રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલથી હુમલો કર્યો

0
335
રશિયા-યુક્રેન તણાવ પર જ UNSCની આ બેઠક ચાલી રહી છે, હવે રશિયા પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
રશિયા-યુક્રેન તણાવ પર જ UNSCની આ બેઠક ચાલી રહી છે, હવે રશિયા પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

પુતિને નાટો-અમેરિકાને પણ આપી ધમકી, કહ્યું- વચ્ચે આવનારાઓને પણ પરિણામ ભોગવવાં પડશે

રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાંની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં મિસાઈલથી હુમલો કર્યો છે.લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે. રશિયાએ કહ્યું છે કે યુક્રેનના લોકોને જોખમ નથી, માત્ર સૈન્ય ઠેકાણા જ નિશાન પર છે. સામે પક્ષે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે. રશિયાને રોકવા માટે આજે EU અને UNમાં મહત્ત્વની બેઠક મળી યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.યુક્રેનમાં મિસાઈલ હુમલા અને વિસ્ફોટો વચ્ચે રશિયાએ નિવેદન જાહેર કર્યું છે. રશિયાએ કહ્યું કે અમારું લક્ષ્ય યુક્રેનના શહેરો નથી. અમારા શસ્ત્રો યુક્રેનના લશ્કરી ઠેકાણા, એરફિલ્ડ્સ, હવાઈ સંરક્ષણ સુવિધાઓ અને એવિએશનનો નાશ કરી રહ્યા છે. યુક્રેનના લોકો માટે કોઈ ખતરો નથી.પુતિને આ જાહેરાત UNSCની બેઠક વચ્ચે જ કરી હતી. રશિયા-યુક્રેન તણાવ પર જ UNSCની આ બેઠક ચાલી રહી છે, હવે રશિયા પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. યુએસ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના પૂર્વ નિર્દેશક ડેવિડ પેટ્રિયસનું કહેવું છે કે પુતિને નાટોને શીત યુદ્ધના અંત પછી સૌથી મોટી ભેટ આપી છે. આ જોખમને કારણે નાટો ફરી એક થઈ ગયું છે. પુતિન રશિયા મહાન બનાવવા ઇચ્છે છે, પરંતુ તેમણે પોતાના કાર્યોથી નાટોને ફરીથી મહાન બનાવ્યું છે.પુતિનની યુદ્ધની જાહેરાત બાદ તરત જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પુતિનના આ પગલાની નિંદા કરી હતી. આ બાબતે બાઈડેને પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, પુતિનના આ નિર્ણયના ખૂબ જ ખરાબ પરિણામ આવશે. આ બાબતે સમગ્ર વિશ્વ અમારી સાથે છે, પુતિનના આ નિર્ણય સામે તેમને જવાબ આપવામાં આવશે. રશિયન હુમલા બાદ યુક્રેનમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે. યુક્રેન તરફથી યુદ્ધ રોકવાની અપીલ કરવામાં આવી છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે આ હુમલાથી થનાર મૃત્યુ અને વિનાશ માટે એકલું રશિયા જ જવાબદાર છે. અમેરિકા અને તેના સાથી દેશો સંયુક્ત અને નિર્ણાયક રીતે જવાબ આપશે. વિશ્વ આ માટે રશિયાને જ જવાબદાર માનવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here