અત્યાર સુધી 137ના મોત, 18થી 60 વર્ષના પુરુષોને યુક્રેન છોડવા પર પ્રતિબંધ

0
321
રશિયાના સૈનિકો રાજધાની કિવમાં દાખલ થઈ ગયા છે. તેના પ્રથમ ટાર્ગેટ હું છું અને બીજો મારો પરિવાર છે.યુક્રેને 18-60 વર્ષના પુરુષોને વતન છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
રશિયાના સૈનિકો રાજધાની કિવમાં દાખલ થઈ ગયા છે. તેના પ્રથમ ટાર્ગેટ હું છું અને બીજો મારો પરિવાર છે.યુક્રેને 18-60 વર્ષના પુરુષોને વતન છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

યુક્રેન પર રશિયાના હુમલાને 24 કલાક થઈ ગયા છે. અત્યાર સુધી યુક્રેનના 137 લોકોના મોત થયા છે અને 316 લોકો ઘાયલ થયા છે. તેમા યુક્રેનના સૈનિકો પણ સામેલ છે. રશિયાના હુમલાનો જવાબ આપવા માટે યુક્રેન સરકારે 18થી 60 વર્ષના લોકોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.રશિયાના હુમલામાં અત્યાર સુધી 137 યુક્રેનના લોકો માર્યા ગયા છે. તેમા સેનાના જવાનો પણ સામેલ છે.અમેરિકાએ જણાવ્યું છે કે રશિયાએ યુક્રેન પર 160 મિસાઈલ છોડી છે. બીજી તરફ રશિયાએ કહ્યું હતું કે પ્રથમ દિવસે યુક્રેન ઉપર 203 હુમલા કરાયા છે. યુક્રેનના 83 સ્થળોને ટાર્ગેટ કરાયા હતા.યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર જેલેંસ્કીએ કહ્યું હતું કે રશિયાના સૈનિકો રાજધાની કિવમાં દાખલ થઈ ગયા છે. તેના પ્રથમ ટાર્ગેટ હું છું અને બીજો મારો પરિવાર છે.યુક્રેને 18-60 વર્ષના પુરુષોને વતન છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. માર્શલ લો અંતર્ગત નાગરિકોને તેનું પાલન કરવાનું કહ્યું.રાજધાની કિવમાં ગુરૂવાર રાત્રેના 10 વાગ્યાથી 7 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કર્યો છે. આખી રાત વિસ્ફોટોના અને સાયરનના અવાજો આવ્યા હતા. લોકોને લાઈટો બંધ કરવાની અને પડદા રાખવાની સલાહ અપાઈ હતી.યુક્રેનના સ્નેક આઈલેન્ડ પર રશિયાનો કબજો થઈ ગયો છે. યુક્રેનની સ્ટેટ બોર્ડર ગાર્ડ સર્વિસે આ વાતની પુષ્ટી કરી હતી. એર સ્ટ્રાઈકમાં ઈમારતોને ભારે નુકસાન થયું છે.રશિયાની સેનાએ ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો કર્યો. કિવના નજીકના યુક્રેનના એરબેઝ પર પણ હવે રશિયાનો કબજો છે.રશિયા એરક્રાફ્ટ એન્ટનોવ-26 યુક્રેનના વિસ્તારમાં ક્રશ થયું હતું. એરક્રાફ્ટના ક્રુ મેમ્બર્સના મોત થયા છે. કેટલા લોકો હતા તે રશિયાએ જણાવ્યું નથી.રશિયાની રાજધાની મોસ્કોમાં અસંખ્ય રશિયાના નાગરિકો પ્રદર્શન કરી રહ્યા છે. યુદ્ધ બંધ કરવાની તેઓની માગં છે. 1700 લોકોની ઘરપકડ કરાઈ છે.ભારતે પોલેન્ડના રસ્તે ભારતીયોને પરત લાવવાની તૈયારી કરી છે. આ સાથે યુક્રેનમાંથી એરલિફ્ટ પણ કરાઈ તેવી સંભાવના છે. હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here