અનિલ અંબાણી ફરી ડિફોલ્ટરઃ DOTને ૪૯૦ કરોડનું પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ

0
919

(જી.એન.એસ)મુંબઇ,તા.૨૭
અનિલ અંબાણી ફરીથી સરકારનું પેમેન્ટ કરવામાં ડિફોલ્ટર બની ગયા છે. તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) ફરી એક વાર ટેલિકોમ ડિપાર્ટમેન્ટને સ્પેક્ટ્રમ પેટે બાકી નીકળતી રૂ. ૪૯૨ કરોડની રકમનું પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહી છે. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર અનિલ અંબાણીની કંપનીએ પેમેન્ટ ચૂકવવામાં સતત ત્રીજી વખત ડિફોલ્ટ કર્યો છે.
બેન્કરપ્સી પ્રોટેક્શન ફાઇલ કરવાનો નિર્ણય કરનાર દેવાંમાં ડૂબેલ ઓપરેટરે જણાવ્યું છે કે એપેલેટના એક આદેશના કારણે તેને પેમેન્ટ કરવું નથી. ટેલિકોમ વિભાગે જણાવ્યું છે કે તે કારણદર્શક નોટિસ આપતાં કે ઓપરેટર્સ પાસેથી સ્પેક્ટ્રમ પરત લેતાં પહેલાં એપેલેટ ટ્રિબ્યૂનલના આદેશની રાહ જાશે.
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી) ૩૦ એપ્રિલના રોજ આ કેસની સુનાવણી કરશે. ટ્રિબ્યૂનલ એ દિવસે ઇન્સોલ્વન્સી ફાઇલ કરવા માટે આરકોમની અરજી પર પણ વિચારણા કરશે. આ કેસથી માહિતગાર એક વ્યÂક્તએ જણાવ્યું હતું કે સરકારને રૂ. ૪૯૨ કરોડનું પેમેન્ટ કરવા માટે આખરી તારીખ ૧૯ એપ્રિલ હતી, જેમાં ૧૦ દિવસના ગ્રેસ પિરિયડનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here