ભારત બંધ : દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે જામ, મેટ્રોની સર્વિસ પર અસર

0
117
ભારત બંધ દરમિયાન ખેડૂતોએ મુખ્યત્વે દિલ્હી, યુપી અને હરિયાણામાં પોતાનું પ્રદર્શન તેજ કર્યું છે. ખેડૂતોએ દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર, શંભુ બોર્ડર બ્લોક કરી છે. જ્યારે દિલ્હી-અમૃતસર, દિલ્હી-અંબાલા સહિત અન્ય ઘણા રસ્તાઓ પણ ખેડૂતોએ બંધ કરી દીધા છે.
ભારત બંધ દરમિયાન ખેડૂતોએ મુખ્યત્વે દિલ્હી, યુપી અને હરિયાણામાં પોતાનું પ્રદર્શન તેજ કર્યું છે. ખેડૂતોએ દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર, શંભુ બોર્ડર બ્લોક કરી છે. જ્યારે દિલ્હી-અમૃતસર, દિલ્હી-અંબાલા સહિત અન્ય ઘણા રસ્તાઓ પણ ખેડૂતોએ બંધ કરી દીધા છે.

નવી દિલ્હી: ત્રણેય કૃષિ કાયદાના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં 40થી વધુ ખેડૂત સંગઠનોનું ભારત બંધ આંદોલન શરૂ થઇ ગયું છે. જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ખેડૂતોના ભારત બંધને લગભગ એક ડઝનથી વધુ રાજકીય પક્ષોએ સમર્થન કર્યું છે. બંધને જોતા દિલ્હી, યૂપી અને હરિયાણામાં પોલીસ એલર્ટ પર છે. ખેડૂતોના ભારત બંધની દરેક અપડેટૅ માટે અમારી સાથે જોડાયેલા રહો. ખેડૂતો કેએમપી એક્સપ્રેસ-વે પર બેઠેલા છે. તેને જોતા પોલીસે એક્સપ્રેસ-વે બંધ કરી દીધો છે. તે ઉપરાંત રેડ ફોર્ટની તરફ જનાર બંને રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું કે છત્તા રેલ અને સુભાષ બંને સાઇડથી બંધ છે. કૃષિ કાયદા વિરૂદ્ધ બોલાવવામાં આવેલા ભારત બંધને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોના અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે. પરંતુ શોષણકાર સરકારને આ પસંદ નથી. એટલા માટે  #आज_भारत_बंद_है.ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતએ કહ્યું કે ‘એમ્બુલેંસ, ડોક્ટર અથવા ઇમરજન્સી સ્થિતિમાં પસાર થનાર લોકો જઇ શકે છે. અમે કશું જ સીલ કર્યું નથી, અમે ફક્ત એક સંદેશ મોકલવા માંગીએ છીએ. અમે દુકાનદારોને અપીલ કરીએ છીએ કે તે પોતાની દુકાનો અત્યારે બંધ રાખે અને સંજે 4 વાગ્યા પછી જ ખોલે, બહારથી અહીં કોઇ ખેડૂત આવી રહ્યા નથી. દિલ્હી ટ્રાફિક પોલીસ (Delhi Traffic Police) એ ટ્વીટ કરીને જણાવ્યું કે ‘ખેડૂત સંગઠનો તરફથી બોલાવવામાં આવેલા ભારત બંધ (Bharat Bandh) ને ધ્યાનમાં રાખતાં ઉત્તર પ્રદેશથી દિલ્હીના ગાજીપુર તરફથી જનાર ટ્રાફિક મૂવમેંટને રોકી દેવામાં આવી છે. ભારત બંધમાં સામેલ ખેડૂત સંગઠનોએ પંજાબ અને હરિયાણાની શંભૂ બોર્ડર બંધ કરી દીધી છે. એક ખેડૂતે જણાવ્યું કે ”ભારત બંધના આહવાનને જોતાં અમે સાંજે ચાર વાગ્યા સુધી શંભૂ બોર્ડર (પંજાબ-હરિયાણા બોર્ડર)ને બંધ કરી દીધી છે. બિહારમાં ડાબેરીઓ સાથે મહાગઠબંધન, આરજેડી અને કોંગ્રેસે પણ ભારત બંધને ટેકો આપી રહ્યા છે. જેમાં મહાગઠબંધન દ્વારા બિહારને લગતા પ્રશ્નો પણ ઉમેરવામાં આવ્યા છે. જેમ કે રોજગારીના વચનનો પ્રશ્ન, યોજનાઓમાં કૌભાંડનો પ્રશ્ન, જાતિ વસ્તી ગણતરીનો પ્રશ્ન વગેરે. આજે સવારથી આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. આંદોલનકારીઓ વાહન વ્યવહાર ખોરવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here