દેવગઢબારિયામાં હર્ષનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જમ્યા બાદ ચાર લોકોના મોત, 12 સારવાર હેઠળ

0
236
જ્યારે 12 જેટલા લોકોની તબિયત વધુ લથડતા દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા.
જ્યારે 12 જેટલા લોકોની તબિયત વધુ લથડતા દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા.

દેવગઢબારિયા તાલુકાના ભૂલવણ ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્ર્મમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થતાં પ્રસંગ માતમમાં ફેરવાયો.

દેવગઢબારિયા: તાલુકાના ભુલવણ ગામ ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્ર્મમાં જમણવાર બાદ ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 12 ગામજનો ગંભીર છે જેમને સારવાર માટે દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. આ અંગે પ્રાથમિક માહિતી પ્રમાણે, આ લોકોના મોત ફૂડ પોઇઝનિંગના કારણે થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, સાચું કારણ તો ફોરેન્સિક રિપોર્ટ આવશે તે બાદ જ જાણવા મળશે. દેવગઢબારિયા તાલુકાના ભૂલવણ ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્ર્મમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થતાં પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ધૂમધામથી ઉજવાઇ રહેલા કાર્યક્ર્મમાં રાખવામા આવેલા જમણવારમાં લોકોએ ભોજન લીધા બાદ કેટલાક લોકોની તબિયત બગડી હતી. જેમાંથી ચાર લોકો મોત નિપજ્યાં હતા. જ્યારે 12 જેટલા લોકોની તબિયત વધુ લથડતા દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા.આ પ્રસંગે, કનુભાઇ સોમાભાઇ માવી, દલસિંહભાઇ ધનજીભાઇ માવી, બાબુભાઇ ફુલજીભાઇ માવી અને સનાભાઇ ભવનભાઇ માવીનું મોત થઇ ગયું હતું.ભુલવણ ગામે વર્ષોથી ચાલી આવતા પરંપરાગત રિવાજ પ્રમાણે, ગામના દેવની પૂજા અર્ચના થતી હોય છે. આ પરંપરા મુજબ ભૂલવણ ગામે દેવની પૂજા એટલે કે, જાતર કરવામાં આવી હતી. જેમાં દસ દિવસ સુધી ગામના દેવની પૂજાઅર્ચના કરી અગિયારમાં દિવસે ગ્રામજનોએ એકત્ર થઈ દેવસ્થાને સાથે જમીને જાતરની પૂજા પૂર્ણ કરે છે. જોકે, આમાં લોકોના જણાવ્યા પ્રમાણે, આ પુજા બાદ લોકોએ દારૂનું પણ સેવન કર્યું હતુ.બનાવને પગલે ડીવાયએસપી કાનન દેસાઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.  આ બનાવની જાણ સ્થાનિક આરોગ્યતંત્રને થતા આરોગ્યતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમણે ઘરે ઘરે લોકોની સારવાર હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here