બંધારણ દિવસ: PM મોદીએ કહ્યું- કેટલાક રાજકીય પક્ષો જ લોકતાંત્રિક ઢબ ખોઈ ચૂક્યા છે

0
121
આજે સંસદભવનમાં બંધારણ દિવસના અવસરે કેન્દ્ર સરકારે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેનો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ટીએમસી સહિત 14 પક્ષોએ બહિષ્કાર કર્યો છે. જેનાથી વિપક્ષી દળો અને સરકાર વચ્ચે ખેંચતાણ સામે આવી છે
આજે સંસદભવનમાં બંધારણ દિવસના અવસરે કેન્દ્ર સરકારે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેનો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ટીએમસી સહિત 14 પક્ષોએ બહિષ્કાર કર્યો છે. જેનાથી વિપક્ષી દળો અને સરકાર વચ્ચે ખેંચતાણ સામે આવી છે

નવી દિલ્હી: આજે સંસદભવનમાં બંધારણ દિવસના અવસરે કેન્દ્ર સરકારે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેનો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ટીએમસી સહિત 14 પક્ષોએ બહિષ્કાર કર્યો છે. જેનાથી વિપક્ષી દળો અને સરકાર વચ્ચે ખેંચતાણ સામે આવી છે. સંસદના સેન્ટ્રલ હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભવો હાજર છે. 

આપણા બંધારણનું સમગ્ર વિશ્વમાં સન્માન
બંધારણ દિવસના અવસરે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર છે. આયોજિત કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ દેશના બંધારણ અને બંધારણીય મૂલ્યોની ચર્ચા કરી. તેમણે કહ્યું કે આપણા બંધારણનું સમગ્ર વિશ્વમાં સન્માન છે. 

પીએમ મોદીએ કર્યું સંબોધન
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા દુરંદર્શી મહાનુભવોને નમન કરવાનો છે. આજનો દિવસ આ સદનને પ્રમાણ કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે આજે 26/11 આપણા માટે એક એવો દુખદ દિવસ છે, જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંદર આવીને મુંબઈમાં આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો. ભારતના અનેક વીર જવાનોએ આતંકવાદીઓ સાથે થયેલી ભીડંતમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી. હું આજે 26/11ના તે તમામ બલિદાનીઓને આદરપૂર્વક નમન કરું છું. 

આપણું બંધારણ સહસ્ત્રો વર્ષની મહાન પરંપરા
પીએમ મોદીએ કહ્યું કે આપણું બંધારણ એ ફક્ત અનેક ધારાઓનો સંગ્રહ નથી, આપણું બંધારણ સહસ્ત્રો વર્ષની મહાન પરંપરા છે, અખંડ ધારા તે ધારાની આધુનિક અભિવ્યક્તિ છે. આ બંધારણ દિવસને એટલા માટે પણ મનાવવો જોઈએ કારણ કે આપણો જે રસ્તો છે તે યોગ્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે મનાવવો જોઈએ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here