ગદર-ટુને પ્રાઈમ શોઝ ફાળવાતાં કરણ જોહરનો ગરાસ લૂંટાયો

0
91
સની દેઓલની ‘ગદ્દર ટૂ’ને એડવાન્સ બૂકિંગમાં જ જબ્બર રિસ્પોન્સ મળતાં સારી કમાણીની આશાએ અનેક એક્ઝિબિટર્સ દ્વારા તેમના થિયેટર્સમાં પ્રાઈણ શો ‘ગદ્દર ટૂ’ને ફાળવી ત્યાં કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શો રદ કરવા કે અન્ય બિનમહત્વના સમયે ટ્રાન્સફર કરવાની હિલચાલ શરુ કરતાં કરણ જોહર ભારે નારાજ થઈ ગયો છે.  કરણની જીદ એવી છે કે ૧૧થી ૧૫ ઓગસ્ટ સુધીની રજાઓ દરમિયાન તેને ઓછામાં ઓછા ૪૦ ટકા શોઝ મળવા જ જોઈએ. જોકે, એક્ઝિબિટર્સ કહે છે કે ‘ગદ્દર ટૂ’નું જે રીતે એડવાન્સ બૂકિંગ છે તે જોતાં તેઓ ૧૧મી ઓગસ્ટ પછી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને ૨૦ ટકા જ સ્ક્રીન આપી શકશે. 
એ પણ પ્રાઈમ ટાઈમ એટલે કે લેટ ઈવનિંગ કે નાઈટ શો ફાળવવા તો શક્ય નહીં જ બને. 
કરણ જોહરે  આ બાબતે એક્ઝિબિટર્સ સમક્ષ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેના પ્રોડક્શનની હાલની ફિલ્મને અવગણનારા એક્ઝિબિટર્સને ભવિષ્યમાં તેના  પ્રોડક્શનની બીજી ફિલ્મો નહીં મળે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. 
ફિલ્મ રીલીઝની સ્ટ્રેટેજીમાં મોટાં પ્રોડક્શન હાઉસ તેમની નબળી ફિલ્મોને ચલાવવા માટે પણ ચોક્કસ દિવસો તથા ચોક્કસ શો મળે તે માટે ભારે દાદાગીરી કરતાં હોય છે. આવાં પ્રોડક્શન હાઉસની બીજી મોટી ફિલ્મો ગુમાવવાની બીકે એક્ઝિબિટર્સ તેમની શરતો સ્વીકારી લેતાં હોય છે. કેટલીક પ્રોડક્શન કંપનીઓએ તો ઉચ્ચ સ્ટાર વેલ્યૂ ધરાવતી ફિલ્મો માટે નિયત હિસ્સેદારી ઉપરાંત અપ ફ્રન્ટ રકમ પણ વસૂલવાનું શરુ કર્યું હતું. જોકે, છેલ્લાં બે વર્ષમાં ભલભલા સુપરસ્ટાર્સની ફિલ્મો ધૂળ ચાટતી થઈ જતાં આ પ્રથા પર બ્રેક વાગી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here