મુંબઈ એરપોર્ટ 2જી મેએ 6 કલાક બંધઃ 250 ફલાઈટ્સ પર અસર પડશે

0
85
ચોમાસાં પહેલાંની કામગીરી માટે બંધ રખાશે
સવારે 11થી સાંજના 5 સુધી કોઈ ફલાઈટનું ઉડ્ડયન કે ઉતરાણ નહિ થાય 

મુંબઈ એરપોર્ટ આગામી બીજી મેના રોજ  ૬ કલાક માટે બંધ રાખવામાં આવશે. ચોમાસા પહેલાની જાળવણીનું  કામ પાર પાડવા માટે સવારે ૧૧ વાગ્યાથી  સાંજે  પાંચ વાગ્યા  દરમિયાન  વિમાન-મથક બંધ રાખવામાં  આવશે.

એરપોર્ટના બન્ને રનવે છ કલાક બંધ રહેશે. એટલે આ દરમ્યાન કોઈ વિમાનનું ઉડ્ડયન અને ઉતરાણ થશે નહીં.

બીજી મેના રોજ છ કલાક એરપોર્ટ બંધ રહેવાનું હોવાથી ૨૫૦ ફ્લાઇટ રદ થશે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ગણના દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં થાય છે. દરરોજ સરેરાશ ૯૦૦ ફ્લાઇટ આ એરપોર્ટ પરથી ઓપરેટ થાય છે. એટલે જ આ એરપોર્ટને કોઇ સમસ્યા ઉભી ન થાય એ રીતની જાળવણી કરીને સજ્જ રાખવામાં આવે છે.

મુંબઇમાં ચોમાસા દરમિયાન પડતા ભારે વરસાદને ધ્યાનમાં લઇ મે મહિનાની શરૃઆતમાં જ જાળવણીનું કાર્ય પૂરું કરવામાં આવશે. આ પહેલાં ગયા વર્ષે ૧૮મી ઓક્ટોબરે જાળવણીનું કાર્ય કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here