ઓઈલ, ખનીજ અને સિમેન્ટ કંપનીઓનું નાણા વર્ષ 2023માં રેકોર્ડ ઉત્પાદન

0
65
નાણા વર્ષ ૨૦૨૨-૨૩માં અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી), કોલ ઈન્ડિયા અને હિન્દુસ્તાન ઝિંકે તેમના સંબંધિત બિઝનેસ સેગ્મેન્ટસમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાવ્યું છે. આ ક્ષેત્રોમાં માંગ વૃદ્વિ માટે પ્રમુખ ચાલકબળ ઈન્ફ્રાસ્ટ્રકચર પર વધેલા ખર્ચ અને એનજીૅ માટેની વધેલી જરૂરીયાત રહ્યા છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને નાણા વર્ષ ૨૦૨૨-૨૩માં ૭૨૪ લાખ ટન ક્રુડ નોંધાવ્યું છે. ઈન્ડિયન ઓઈલ જેવી રીફાઈનરીઓ ભારતની આર્થિક પ્રવૃતિમાં કોઈપણ સુધારાની સીધી ફાયદાકારક રહી છે. આર્થિક ગતિવિધીમાં વૃદ્વિ, સીએનજીના ભાવમાં વધઘટના કારણે પેટ્રોલના વપરાશ તરફ શિફ્ટીંગ અને ટુરિઝમ કેન્દ્રિત રાજેયોમાં મોટી માંગ સહિતના પરિબળોએ પેટ્રોલની માંગ વધી હોવાનું પેટ્રોલિયમ પ્લાનિંગ એન્નડ એનાલિસિસ સેલ(પીપીએસી) દ્વારા તેના ફેબુ્રઆરીના વપરાશ રીપોર્ટમાં નોંધાયું છે. 

ભારતનો ઈન્ફ્રાસ્ટ્રકચર પરનો ખર્ચ સતત વધી રહ્યો છે, ફેબુ્રઆરીમાં તાજેતરની બજેટ જાહેરાતમાં આ મૂડી ખર્ચ રૂ.૧૦ લાખ કરોડ મૂકાયો છે.આ સાથે શહેરી હાઉસીંગ પ્રવૃતિ વધી છે. જેના પરિમામે ભારતની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા માંગ વૃદ્વિએ નાણા વર્ષ ૨૦૨૩માં ગ્રે સિમેન્ટની ૧૦ કરોડ ટનથી વધુ રવાનગી કરી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ અને અન્ય સિમેન્ટ કંપનીઓ માટે ચાલુ નાણા વર્ષમાં પણ માંગ વૃદ્વિની અપેક્ષા છે. સિમેન્ટ વોલ્યુમ નાણા વર્ષ ૨૦૨૪માં ૭ ટકા અપેક્ષિત વૃદ્વિએ ૪૧.૬ કરોડ ટન થવાનો અંદાજ છે. જ્યારે ઈન્ડિયન ઓઈલના પેટ્રોલિયમ ઉત્પાદનોનો બજાર હિસ્સો વર્ષ અગાઉના ૪૦.૮ ટકાથી વધીને નાણા વર્ષ ૨૦૨૩માં ૪૨.૯ ટકા રહ્યો છે.

ભારતના માઈનીંગ સેગ્મેન્ટમાં પણ ઈન્ફ્રાસ્ટ્રકચર અને એનજીૅ માંગને લઈ વૃદ્વિ જોવાઈ છે. કોલ ઈન્ડિયા અને હિન્દુસ્તાન ઝિંક બન્નેએ નાણા વર્ષ ૨૦૨૩માં રેકોર્ડ માઈનીંગ કર્યું છે. કોલ ઈન્ડિયાએ નાણા વર્ષ ૨૦૨૩માં ઉત્પાદનનો આંક ૭૦ કરોડ ટન પાર કર્યો છે. એક જ વર્ષમાં આ ઉત્પાદન પ્રમાણમાં ૮.૧૦ કરોડ ટનનો સૌથી વધુ વધારો નોંધાયો છે. હિન્દુસ્તાન ઝિંકે પણ નાણા વર્ષ ૨૦૨૩માં ૮,૨૧,૦૦૦ ટન ઝિંકનું ઉત્પાદન નોંધાવ્યું છે. જે સ્ટીલ ઉત્પાદનોની માંગમાં વૃદ્વિ થકી જોવાયું છે. સ્ટીલ ખાસ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલની માંગ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રને વેગના પરિણામે વધી છે. 

જેએસડબલ્યુ સ્ટીલે ડિસેમ્બર ૨૦૨૨ના પૂરા થયેલા ત્રિમાસિકમાં ક્રુડ સ્ટીલનું ઉત્પાદન સૌથી વધુ નોંધાવ્યું છે. જે વાર્ષિક ધોરણે ફેબુ્રઆરીમાં ૧૦ ટકા વૃદ્વિ હાંસલ કરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here