સિદ્ધુ મૂસેવાલાથી નારાજ હતો લોરેન્સ બિશ્નોઈ, જણાવ્યું હત્યારાનું નામ, કોંગ્રેસના નેતા સાથે છે આ સંબંધ

0
41
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે તપાસ ચાલી રહી છે. આ દરમિયાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સિદ્ધુ મૂસેવાલાની હત્યા અંગે મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું કે, તે સિદ્ધુ મૂસેવાલાથી કેમ નારાજ હતો અને કેમ તેની હત્યા કરી? આ ઉપરાંત તેણે હત્યાના પ્લાનિંગ અંગેની વાત કબૂલી નથી. ખાસ વાત છે કે બિશ્નોઈનું નામ હત્યાના માસ્ટરમાઇન્ડ તરીકે સામે આવ્યું છે.ABP ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન બિશ્નોઈએ જણાવ્યું કે, તે મૂસાવાલાથી ખૂબ જ નારાજ હતો. પણ હત્યાના પ્લાનિંગ કરવાની વાત સ્વીકારી નથી. તેણે કહ્યું કે, ‘હત્યા બહાર ગોલ્ડી ભાઈ હતાં. તેણે બધું કર્યું છે. હું માત્ર નારાજ હતો. જેને મારો મોટો ભાઈ માનતો હતો વિક્કી મિદ્દુખેડા તેના મર્ડરમાં તેનું ઇન્વોલમેન્ટ હતું. તે અમારી એન્ટી ગેંગને સપોર્ટ કરતો હતો. જેલમાં પણ તેની સાથે વાત કરતો હતો. જેલમાં પણ તેને સપોર્ટ કરતો હતો. બિશ્નોઈએ મૂસેવાલા પર રાજકીય પ્રભાવના લીધે વિરોધીઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં તેણે કહ્યું છે કે,’કોંગ્રેસમાં તેના સારા સંબંધ હતાં. તે વખતે મુખ્યમંત્રી ચન્ની હતો. કોમેડિયન સિદ્ધુ, રાજા વડિંગ સાથે તેના સંબંધ હતાં. પોલીસ પણ તેના સપોર્ટમાં હતી. ઘણું મોટું નામ હતું. ખૂબ જ ચર્ચિત આદમી હતી. અમારા વિરોધીઓને અમારા વિરોધમાં મજબૂત કરી રહ્યો હતો. ત્યારે અમે તેની વિરુદ્ધ હતાં.’ એવું માનવામાં આવી રહ્યું છે કે, ‘ગોલ્ડી બરાડ ઉપરાં બિશ્નોઈનો જ મૂસેવાલાની હત્યામાં મોટો રોલ છે. ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કેસ મને ખબર હતી, પ્લાનિંગ ગોલ્ડી ભાઈ અને સચિનનું હતું. પણ મારું પ્લાનિંગ નહોતું.’ મહત્ત્વનું છે કે, 22 મે 2022એ સાંજે 5.30 વાગ્યે પંજાબના માનસા જિલ્લામાં ગોળી ધરબીને સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. આ પછી એવા પણ સમાચાર સામે આવ્યા હતાં કે, કેનેડામાં બેઠેલાં ગેંગસ્ટર ગોલ્ડી બરાડે હત્યાની જવાબદારી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here