ચેન્નઈની જીત પર ખુશીથી ઝૂમ્યા આ બોલીવૂડ સેલેબ્સ, સોશ્યલ મીડિયા પર આપ્યું અભિનંદન

0
57

ફાઈનલ મેચમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું

ધોની અને જાડેજાના શાનદાર પ્રદર્શન બદલ ફેન્સે પાઠવ્યું અભિનંદન

IPL 2023 એક શાનદાર મેચ સાથે સમાપ્ત થઈ હતી. IPLની ફાઇનલ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટે જીત મેળવી હતી. 28મેના રોજ વરસાદના કારણે મેચ મોકૂફ રાખવી પડી હતી અને ગઈકાલે પણ વરસાદને કારણે લોકોના મનમાં ફરી એકવાર ડર ઉભો થયો હતો કે મેચ ફરીથી રદ થઈ શકે છે. પરંતુ મેચ રમાઈ હતી એન આ મેચમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું.

ધોની અને જાડેજાના શાનદાર પ્રદર્શન બદલ ફેન્સ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. કેટલાક તેને ધોનીની જીત ગણાવી રહ્યા છે તો કેટલાક જાડેજાને ક્રેડિટ આપી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને બોલીવૂડ સેલેબ્સ સુધી દરેક તેના સોશિયલ મીડિયા પર ધોની અને જાડેજાના વખાણ કરી રહ્યા છે. આ ઉપરાંત રણવીર સિંહ, વિકી કૌશલ અને સારા અલી ખાન શરૂઆતથી અંત સુધી મેચ સાથે જોડાયેલા પણ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here