ફ્લિપકાર્ટનું પાન-ઈંડીયા પ્લેટફોર્મ સ્વપ્નો અને સફળતાની ગેરેન્ટી આપે છે

0
95
ફિલપકાર્ટે સતત નાના વ્યાપારીઓને તેમના દરેક પ્રકારનાં ઉત્પાદનોને રાષ્ટ્રવ્યાપી પ્રસારમાં સહાય કરી છે. તે માટે ફ્લિપકાર્ટનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ એક શો કેસ બની રહ્યું છે. તે માટે તેણે રોકાણ પણ કર્યું છે અને પ્રતિબદ્ધ પણ રહ્યું છે.
ફિલપકાર્ટે ઈ-કોમર્સ દ્વારા દેશભરમાં નાના વ્યાપારીઓ સાહસિકોને તેમના સ્વપ્નો સાકાર કરવા અને આત્મનિર્ભર બનવા સહાય કરી છે. અંકુર તુલસીયન અને મોહિત વાઘેલાએ ઈ-કોમર્સ દ્વારા મેળવેલી સફળતાની કથા પરંપરાગત વ્યાપાર પદ્ધતિમાંથી ઈ-કોમર્સમાં કરાયેલાં પરિવર્તનની પુષ્ટિ કરે છે. આથી ગ્રાહકો સાથે સીધો સંપર્ક થઈ શકે છે, અને વપરાશકારની પ્રાથમિકતાઓ અંગે સીધી આંતરિક માહિતી પણ મેળવી શકે છે.
ફિલપકાર્ટ રાષ્ટ્રીય સ્તરની બજાર છે. તે માટેનું પ્લેટફોર્મ (ભૂમિકા) તેણે વર્ષો સુધી અસંખ્ય લોકોને તેમની આવક વધારવા અને આત્મનિર્ભર બનવાની તે દ્વારા તક આપી છે. આજે ‘ફિલપકાર્ટ-સમર્થ’ દેશમાં ૧૫ લાખ લોકોને જીવન-નિર્વાહ પૂરો પાડે છે. તેમજ સ્થાનિક લોકોને પણ વધુ સારા જીવન માટે ફિલપકાર્ટના પ્રયત્નો એક પ્રબળ પરિબળ બની રહ્યા છે.
સુરતની સાડીઓનું આલેખન :
અંકુર તુલસીયાનનાં કુટુંબના સાહસ, ‘જે.આર. ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ’ની સફળતા, ફિલપકાર્ટનાં લોકપ્રિય બની રહેલાં ઈ-કોમર્સને આભારી છે.
સુરત કાપડ ઉદ્યોગ માટે ખ્યાતનામ છે. ‘જે.આર. ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ’ શહેરના સૌથી જૂના સાડી બનાવનાર પૈકીનું એક એકમ છે. અંકુરને લાગ્યું કે, ઓનલાઇન વેચાણ કરવું તે વચેટિયાઓ, એજન્ટો, નાના વ્હોલસેલર્સ અને છૂટક વેચાણકારોની ચેઈન દ્વારા કરાતા વેચાણ કરતા તે વધુ સક્ષમ છે, અને ઝડપી પણ છે. તેથી અંકુરને ગ્રાહકોની જરૂરિયાતોની માહિતી પણ તુર્તજ મળી જતી હતી. જેથી તે ડીઝાઈન્સમાં તુર્તજ ફેરફાર કરી શકતો હતો. તેટલું જ નહીં પરંતુ સાડીઓની વેરાઈટીઝ પણ ઝડપથી બનાવી શકતો હતો, તે ઓન લાઇન સેલિંગ અને થિયેટર તથા સિનેમામાં રહેલ તફાવતની સરખામણી કરતાં કહે છે કે, ઈ-કોમર્સ તેનું ”ઓડીયન્સ” કેવા પ્રતિભાવ આપે છે તે તાદ્રશ્ય દર્શાવી શકે છે, અને તે પણ તુર્તજ.
જ્યારે કોવિદ-૧૯ની મહામારી ફેલાણી ત્યારે વેચાણ ઘટી ગયું હતું. પરંતુ ફિલપકાર્ટ દ્વારા તેણે બાંધેલા મજબૂત સંબંધો માટે તે ફિલપકાર્ટનો આભાર માને છે. તેમ તે કહે છે. ફિલપકાર્ટની ટીમ સતત તેના સંપર્કમાં રહેતી હતી, અને બંનેએ સાથે મળીને તેનો ધંધો ટકાવી રાખ્યો.
હવે ઓર્ડરો બમણા થઈ ગયા છે અને ફિલપકાર્ટનાં ઈ-કોમર્સ પ્લેટફોર્મના સાથથી અંકુર તેના વ્યાપાર માટે આશાવાદી છે.
સ્વપ્નો માટે કોઈ વય મર્યાદા હોતી નથી 
મોહિત વાઘેલાની કથા તે સાબિત કરે છે કે તમો જ્યારે તમારા સ્વપ્નોને સાકાર કરવા મથી રહો ત્યારે વય તે માત્ર એક સંખ્યા જ બની રહે છે. કોલેજ સ્ટુડન્ટ હતો ત્યારથી મોહિતે તેની ‘સાહસ યાત્રા’ એસ્ટ્રેલ્લો નામથી તેની ‘બ્યુટી એન્ડ કોસ્મેટિક’ પ્રોડક્ટસ વેચવા સાથે શરૂ કરી.
તે વયમાં નાનો હતો, પૈસા પણ ન હતા તેમ છતાં મોહિતે પોતાનો જ ધંધો કરવા નિશ્ચય કર્યો, તેને વ્યાપાર શરૂ કરવા જરૂરી તેવો તમામ ટેકો ફિલપકાર્ટે આપ્યો. ફિલપકાર્ટના વેચાણ માટેના ટેકાને લીધે મોહિત તેનો વ્યાપાર રજિસ્ટર કારવી શક્યો, તેની પ્રોડક્ટસ ઓન લાઇન વેચવાનું શરૂ કર્યું. પહેલાં માત્ર ૬૦ રૂપિયાનો જ ઓર્ડર આવ્યો. તે સાથે શરૂ કરાયેલો તેનો વ્યાપાર વાર્ષિક રૂપિયા પાંચ કરોડનાં ટર્ન ઓવર સુધી પહોંચી ગયો છે. તે તેની સફળતાનો યશ ફિલપકાર્ટને આપે છે. વિશેષત: તેનાં વેચાણ અને તાદ્રશ્ય ‘બિગ-બિલિયન-ડેઇઝ’ જેવી સફળતા માટે તે ફિલપકાર્ટ ટીમને યશ આપે છે.
પોતે તો સફળ થયો છે, પરંતુ સાથે તે અન્યોને નોકરીએ રાખી વ્યાપાર વધારી રહ્યો છે. સાથે તે કર્મચારીઓને સહાયભૂત થાય છે. આ માટે તે ફિલપકાર્ટને યશ આપતા કહે છે કે તેની ડીલીવરી સીસ્ટમને લીધે તે તેના ઉત્પાદનો દેશભરમાં વેચી શકે છે.
મોહિતની કથા યુવાન સાહસિકોને પ્રોત્સાહિત કરે તેવી છે. નિશ્ચયાત્મકતા, મક્કમતા અને ફિલપકાર્ટના સહકારથી કોઈપણ પોતાના સ્વપ્નને સાકાર કરી શકે છે, તેમાં વય અવરોધરૂપ બની શકતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here