AMC દ્વારા વધુ બે વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં

0
315
હાલમાં કોરોનાનાં વધતા કેસને જોઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગ ગોઠવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ચાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન શહેરમાં હતાં જેમાં આ પાંચમો બોપલ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉમેરાયો છે.
હાલમાં કોરોનાનાં વધતા કેસને જોઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગ ગોઠવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ચાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન શહેરમાં હતાં જેમાં આ પાંચમો બોપલ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉમેરાયો છે.

AMC દ્વારા ગત અઠવાડિયે પણ બે વિસ્તારમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉભા કરવામાં આવ્યાં હતાંશહેરનાં ઇસનપુર અને ચાંદખેડા વિસ્તારમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હતાં.

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાએ માથું ઉચકતાં શહેરનાં વધુ બે વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. હાલમાં આ વિસ્તારમાં કોરોનાનાં ચાર કેસ નોંધવામાં આવ્યાં છે. આ નવાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આંબાવાડી અને નવરંગપુરાનો પશ્ચિમ વિસ્તાર મુકવામાં આવ્યો છે. આંબાવાડીમાં આવેલાં પોલિટેકનિકની પાસે કર્મણ્ય ફ્લેટનાં આઠ ઘર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. જ્યાં 18 લોકો રહે છે. જ્યારે નવરંગપુરાનાં શ્રેયસ ટેકરા પાસે આવેલાં તુલિપ સીટેલનાં G બ્લોકનો ચોથો, પાંચમો અને છઠ્ઠો માળ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે. અહીં ત્રણ ફ્લોર પર છ ફ્લેટ આવેલાં છે. જેમાં 20 લોકો રહે છે.AMC દ્વારા ગત અઠવાડિયે પણ બે વિસ્તારમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉભા કરવામાં આવ્યાં હતાં. શહેરનાં ઇસનપુર અને ચાંદખેડા વિસ્તારમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હતાં. હાલમાં શહેરમાં ઠેર ઠેર કોવિડ ટેસ્ટિંગ બૂથ ઉભા કરી દેવામાં આવ્યાં છે. તથા AMC હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘરે ઘરે જઇને સ્ક્રિનિંગ અને સર્વેલન્સ ગોટવવામાં આવ્યું છે.હાલમાં એક તરફ ડબલ સિઝન અને કોરોનાએ માથું ઉચકતાં અમદાવાદીઓ પરેશાન છે. આ સિઝનમાં શરદી, કફ તાવ ઝડપથી પકડાઇ જાય છે અને બીજી તરફ કોરોનાએ ફરી એક વખત પગ પેસારો કરતાં અમદાવાદીઓની ચિંતા વધી ગઇ છે. ત્યારે હવે તકેદારી વધુ રાખવી પડશે અને જરૂરવાગર બહાર જવાનું ટાળવું એ જ હિતાવહ રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here