PM મોદીએ RBIની બે સ્કીમ લોન્ચ કરી, ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ અને ફરિયાદોનું સમાધાન બનશે સરળ

0
134
RBIની રિટેલ ડાયકેક્ટ સ્કીમથી જ્યાં ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રિટેલ પાર્ટિસિપેશન વધશે. બીજી તરફ, ઈન્ટિગ્રેટેડ ઑમ્બડ્ઝ્મેન સ્કીમનો હેતુુ ફરિયાદોને દૂર કરનારી પ્રણાલીમાં સુધારો લાવવાનો છે
RBIની રિટેલ ડાયકેક્ટ સ્કીમથી જ્યાં ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રિટેલ પાર્ટિસિપેશન વધશે. બીજી તરફ, ઈન્ટિગ્રેટેડ ઑમ્બડ્ઝ્મેન સ્કીમનો હેતુુ ફરિયાદોને દૂર કરનારી પ્રણાલીમાં સુધારો લાવવાનો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઈન્ટિગ્રેટેડ ઑમ્બડ્ઝ્મેન સ્કીમને વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી લોન્ચ કરી છે. RBIની રિટેલ ડાયકેક્ટ સ્કીમથી જ્યાં ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રિટેલ પાર્ટિસિપેશન વધશે. બીજી તરફ, ઈન્ટિગ્રેટેડ ઑમ્બડ્ઝ્મેન સ્કીમનો હેતુુ ફરિયાદોને દૂર કરનારી પ્રણાલીમાં સુધારો લાવવાનો છે.

રિટેલ ડાયરેક્ટ સ્કીમ
હાલ કોઈપણ રિટેલ ઈન્વેસ્ટર ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં સીધુ રોકાણ કરી શકે છે. માત્ર બેન્ક અને સંસ્થાગત રોકાણકારો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ દ્વારા હવે આમ રોકાણકારો પણ ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં રોકાણ કરી શકશે, એટલે કે રોકાણ માટે નવું માર્કેટ મળશે.

RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમની જાહેરાત આ વર્ષે 5 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. સ્કીમની જાહેરાત કરતા RBIના ગવર્નર શક્તિકાંત દાસે એને મહત્ત્વપૂર્ણ નીતિગત સુધારો ગણાવ્યો હતો.

ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ
રિઝર્વ બેન્ક ઈન્ટીગ્રેટેડ સ્કીમ(RBI-IOS)નો ઉદેશ્ય ફરિયાદ નિવારણ તંત્રમાં વધુ સુધારો કરવાનો છે. સ્કીમ દ્વારા કેન્દ્રીય બેન્કની વિનિયમિત સંસ્થાઓના ગ્રાહકોની ફરિયાદોનું સામાધાન સારી રીતે કરી શકાશે. સ્કીમની સેન્ટ્રલ થીમ વન નેશન વન ઓમ્બડ્સમેન પર આધારિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here