ઇસરોએ ચંદ્રયાન -3ના રોકેટ એન્જિનનું ટેકનિકલ પરીક્ષણ સફળતાથી પાર પાડયું

0
50
– લેન્ડર ટેસ્ટ પણ સફળ રહ્યો  છે 
બેંગલુરુ : ઇન્ડિયન સ્પેસ  રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો) તેના ચંદ્રયાન-૩ મિશનના રોકેટ એન્જિનનું  ટેકનિકલ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે.આ પરીક્ષણ સીઇ-૨૦ ક્રાયોજેનિક  એન્જિનના હોટ ટેસ્ટ કહેવાય છે. આ જ ક્રાયોજેનિક એન્જિનની મદદથી ચંદ્રયાન-૩ ના લોન્ચ વેહિકલ(સેટેલાઇટ જે રોકેટની મદદથી અંતરીક્ષમાં તરતો મૂકાય તેને લોન્ચ વેહિકલ કહેવાય છે)ના  ઉપરના હિસ્સાને આગળ   ધકેલવામાં મદદ મળે છે. શક્તિ મળે છે

ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અમારા આયોજન મુજબ  ચંદ્રયાન-૩ ૨૦૨૩ના જૂનમાં  માર્ક -૩ રોકેટની મદદથી  અંતરીક્ષમાં તરતું મૂકાશે અને  ચંદ્રની યાત્રાએ જશે. ચંદ્રયાન-૩માં પણ લેન્ડર હશે જે ચંદ્રના દક્ષિણ ધુ્રવની ધરતી પર સફળ રીતે ઉતરશે. ત્યારબાદ લેન્ડરમાંથી જ નાનકડું રોવર(જેને ઠેલણગાડી કહેવાય છે) બહાર આવીને ચંદ્રની ધરતી પર ધીમે ધીમે  ફરીને નિશ્ચિત કરેલી સંશોધનાત્મક  કામગીરી  આપમેળે જ  કરશે. ચંદ્રયાન-૩ ખરેખર તો ચંદ્રયાન-૨નું જ નવું સ્વરૂપ છે. ચંદ્રયાન -૨ માંના  વિક્રમ લેન્ડરમાં ટેકનિકલ  ખામી સર્જાવાથી ૨૦૧૯ની ૬, સપ્ટેમ્બરે વહેલી સવારે ચંદ્રના દક્ષિણ  ધુ્રવની ધરતી પર ઉતરતી વખતે તૂટી પડયું હતું. 

ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી  પણ આપી હતી કે   ચંદ્રયાન-૩ ના રોકેટ એન્જિનનું પરીક્ષણ ૨૦૨૩ની ૨૪, ફેબ્રુઆરીએ ઇસરોના  તામિલનાડુના  મહેન્દ્ર ગિરિ પર્વત પરના પ્રપલ્ઝન કોમ્પ્લેક્સમાં ૨૫ મિનિટ સુધી કરવામાં આવ્યું હતું.

ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે  હોટ ટેસ્ટ દરમિયાન  તમામ ટેકનિકલ પાસાંની કામગીરી સંતોષકારક રહી હતી. હવે ક્રાયોજેનિક એન્જિનની કામગીરીને  રોકેટમાંની  બળતણ રાખવા માટેની ટાંકી, રોકેટના વિવિધ માળખાં તથા તેની સાથે જોડાયેલી પ્રવાહી માટેની લાઇન્સ સાથે જોડવામાં આવશે. એક વખત આ અતિ મહત્વની કામગીરી પૂરી થઇ જશે ત્યારબાદ  તે સમગ્ર માળખું રોકેટમાંનું સંપૂર્ણ રીતે  ક્રાયોજેનિક સ્ટેજ બની  જાય છે. 

અગાઉ ઇસરોએ   ચંદ્રયાન -૩ના લેન્ડરનો ઇલેક્ટ્રો -મેગ્નેટિક ઇન્ટરફેરન્સ / ઇલેક્ટ્રો-મેગ્નેટિક કમ્પેટીબિલિટી(ઇએમઆઇ-ઇએમસી) ટેસ્ટ પણ સફળતાથી પાર પાડયો  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here