Narendra Modi ના સરકારના મુખ્ય શાસક તરીકે 20 વર્ષ: મજબૂત મુખ્યમંત્રીથી લઈને વિશ્વસ્તરે લોકપ્રિય નેતા

0
110
નરેન્દ્ર મોદી દેશના અન્ય કોઈ પણ નેતા કરતા વધુ માસ અપીલ ધરાવે છે અને ચૂંટણીઓમાં ભાજપનો સૌથી વિશ્વાસપાત્ર ચહેરો છે. જો કે તેમના આલોચકો પણ કમ નથી. તેમણ 6 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
નરેન્દ્ર મોદી દેશના અન્ય કોઈ પણ નેતા કરતા વધુ માસ અપીલ ધરાવે છે અને ચૂંટણીઓમાં ભાજપનો સૌથી વિશ્વાસપાત્ર ચહેરો છે. જો કે તેમના આલોચકો પણ કમ નથી. તેમણ 6 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

આઝાદી પછી જન્મેલા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરકારના મુખ્ય શાસક તરીકે 20 વર્ષ પૂરા કર્યા. તેમણે7 ઓક્ટોબર 2001ના રોજ લીધા હતા મુખ્યમંત્રી પદના શપથ

આઝાદી પછી જન્મેલા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરકારના મુખ્ય શાસક તરીકે 20 વર્ષ પૂરા કર્યા. તેમણે 6 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, 2001 થી મે, 2014 સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ પણ ધરાવે છે. લગભગ 13 વર્ષ જેટલો સમય મુખ્યમંત્રી મુખ્યમંત્રી અને 7 વર્ષથી તેઓ પ્રધાનમંત્રીના પદે બિરાજમાન છે. 71 વર્ષના પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે. નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 20 વર્ષ પૂરા થયા. આ બે દાયકામાં તેઓ મજબૂત મુખ્યમંત્રીથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય ભારતીય નેતા બની ગયા છે. નરેન્દ્ર મોદી દેશના અન્ય કોઈ પણ નેતા કરતા વધુ માસ અપીલ ધરાવે છે અને ચૂંટણીઓમાં ભાજપનો સૌથી વિશ્વાસપાત્ર ચહેરો છે. જો કે તેમના આલોચકો પણ કમ નથી. તેમણ 6 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે સમય દરમિયાન નરેન્દ્ર મોદી ભાજપના પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશના પ્રભારી હતા. તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ જ્યારે પીએમ મોદીને ફોન કરીને દિલ્હી બોલાવ્યા ત્યારે તેઓ સ્મશાનમાં હતા. તે સમયે પ્લેનક્રેશમાં દિગ્ગજ નેતા માધવરાવ સિંધિયાનું અવસાન થયું હતું

તે વખતે આજના સમય જેવા સ્માર્ટ ફોન ન હતા. નોકીયાના 3310 અને 3315 નંબરના સસ્તા અને લોકપ્રિય મોડલના મોબાઈલ ફોનના દિવસો હતા. નરેન્દ્ર મોદી આવો જ એક સાદો બ્લેક એન્ડ વ્હાઈટ ફોન વાપરતા હતા. નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને તે સમયે 2001માં કેશુભાઈ પટેલની જગ્યાએ મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપાઈ હતી. 7 ઓક્ટોબરે મુખ્યમંત્રી બન્યા બાદ ફેબ્રુઆરી 2002માં તેઓ રાજકોટ 2 વિધાનસભા બેઠકથી ચૂંટણી લડ્યા અને જીત્યા. 

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી, 2007 અને 2012ની ચૂંટણી પણ જીતી અને ફરી મુખ્યમંત્રી બન્યા. 2002માં મોદીના નેતૃત્વમાં 127 બેઠક મળી ત્યારબાદ ગુજરાત મોડલ દેશમાં ખૂણે ખૂણે ચર્ચાવા લાગ્યું હતું. 2003માં વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર સંમેલનની શરૂઆત પણ થઈ. 2007માં ભાજપને ફરી બહુમતી મળી અને 115 બેઠકો જીતી, ત્યારબાદ 2012ની ચૂંટણીમાં પણ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી જીત મળી અને ભાજપને 115 બેઠકો મળી. નરેન્દ્ર મોદી 12 વર્ષ અને 7 મહિના સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા. 

7 વર્ષ અને 4 મહિનાથી દેશના પ્રધાનમંત્રી
લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે લોકોના હ્રદયમાં બિરાજમાન થયા બાદ વર્ષ 2013માં નરેન્દ્ર મોદીને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા. ભાજપને તેમના નેતૃત્વમાં 2014ની લોકસભા ચૂંટણીમાં 282 બેઠકો મળી અને મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા. 1989 બાદ પહેલીવાર કોઈ પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યું અને તેઓ પહેલા એવા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભાજપને અગાઉ કરતા પણ વધુ બેઠકો મળી અને 330 બેઠકો જીતીને દેશના બીજીવાર પ્રધાનમંત્રી બન્યા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here