INDvsAUS Live : ઈન્દોર ટેસ્ટમાં બીજા દિવસની રમત શરૂ, ભારતના બોલરો પર મોટી જવાબદારી

0
102

ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 109 રનમાં સમેટાઈ ગઈ

ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા પર લીડ મેળવી

ઈન્દોર ટેસ્ટમાં બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. આજે ભારતીય બોલરો પર મોટી જવાબદારી રહેશે અને ઓસ્ટ્રેલીયાને મોટો સ્કોર કરતા અટકાવવુ પડશે. ઓસ્ટ્રેલિયાએ ભારત પર લીડ મેળવી લીધી છે.

ભારત અને અસ્ટ્રોલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવું ભારે પડ્યું હતું. પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી તો પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમે 47 રનની લીડ મેડવી 4 વિકેટે 156 રન કર્યા હતા. ટી ટાઈમ સુધી ઓસ્ટ્રેલિયાની પકડ મજબૂત

ટી ટાઈમ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં એક વિકેટ ગુમાવીને 71 રન બનાવી લીધા છે. હાલમાં ઉસ્માન ખ્વાજા 77 બોલમાં 33 રન અને માર્નસ લાબુશેન 51 બોલમાં 16 રન બનાવીને બેટીંગ કરી રહ્યા છે. અત્યાર સુધી બંને વચ્ચે 123 બોલમાં 59 રનની ભાગીદારી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here