Bharat Bandh Live: દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર ભારે ટ્રાફિક જામ, મેટ્રોની સર્વિસ પર અસર

0
203
ખેડૂતોએ શંભુ બોર્ડર પર ટ્રાફિક જામ કર્યો
ખેડૂતોએ શંભુ બોર્ડર પર ટ્રાફિક જામ કર્યો

ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ચાલી રહેલા આંદોલન વચ્ચે 27 સપ્ટેમ્બરે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા વતી આ બંધને કોંગ્રેસ અને આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોએ ટેકો આપ્યો છે. ખેડૂત નેતા વિજેન્દર સિંહ રતીયાએ રવિવારે ટિકરી બોર્ડર પર કહ્યું કે 27 સપ્ટેમ્બરે સમગ્ર ભારત બંધ રહેશે. હરિયાણા, પંજાબ, દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આ બંધની વધુ અસર જોવા મળી છે.બિહારમાં ડાબેરીઓ સાથે મહાગઠબંધન, આરજેડી અને કોંગ્રેસે પણ ભારત બંધને ટેકો આપી રહ્યા છે. જેમાં મહાગઠબંધન દ્વારા બિહારને લગતા પ્રશ્નો પણ ઉમેરવામાં આવ્યા છે. જેમ કે રોજગારીના વચનનો પ્રશ્ન, યોજનાઓમાં કૌભાંડનો પ્રશ્ન, જાતિ વસ્તી ગણતરીનો પ્રશ્ન વગેરે. આજે સવારથી આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. આંદોલનકારીઓ વાહન વ્યવહાર ખોરવી રહ્યા છે.ભારત બંધ દરમિયાન ખેડૂતોએ મુખ્યત્વે દિલ્હી, યુપી અને હરિયાણામાં પોતાનું પ્રદર્શન તેજ કર્યું છે. ખેડૂતોએ દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર, શંભુ બોર્ડર બ્લોક કરી છે. જ્યારે દિલ્હી-અમૃતસર, દિલ્હી-અંબાલા સહિત અન્ય ઘણા રસ્તાઓ પણ ખેડૂતોએ બંધ કરી દીધા છે.અહીં, બંધના એક દિવસ પહેલા રવિવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે હું ખેડૂતોને વિનંતી કરું છું કે તેઓ આંદોલન છોડીને વાતચીતનો માર્ગ અપનાવે. સરકારે તેમને કહ્યું કે કૃષિ કાયદા બાબતે તેમના વાંધાને ધ્યાનમાં લઈને તેના પર વિકઘાર કરવા માટે સરકાર તૈયાર છે. આ વિશે પહેલા પણ ઘણી વખત વાત થઈ ચૂકી છે. આ પછી પણ, તેમને લાગે છે કે જો કોઈ મુદ્દો બાકી છે, તો સરકાર ચોક્કસપણે તેનો અમલ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here