એઆઈના જોખમોની ચર્ચા કરવા સંયુક્ત રાષ્ટ્રમાં આજે બેઠક

0
48
આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સે ધીમે ધીમે દુનિયામાં પગપેસારો કર્યો છે. ત્યારે, તેના કારણે ઉદભવી રહેલું સંભવિત સંકટ લોકો સમક્ષ આવી રહ્યું છે. આ અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે આ વિષય પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં બ્રિટન વૈશ્વિક શાંતિ અને સુરક્ષાના પ્રભાવ વિશે વાતચીત કરવાનું છે. જ્યારે, બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી મંગળવારે આ ચર્ચાની અધ્યક્ષતા કરવાના છે.  દુનિયાભરની સરકારો આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ટેકનોલોજીને કારણે ઊભા થઈ રહેલા પડકારો મામલે કામ કરી રહી છે. કહેવાય છે કે, આ ટેકનોલોજી વૈશ્વિક અર્થવ્યવસ્થાને નવો આકાર આપવા માટે સક્ષમ છે. જેની મદદથી આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદને બદલી શકાય છે. આ પહેલા જૂન મહિનામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે આંતરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી જેવી એઆઈ પર નજર રાખનારી સંસ્થાના નિર્માણના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. 
હાલમાં હોલીવુડમાં ંએઆઈના પ્રયોગને કારણે ત્યાંના લેખકોના સમુહ અને પ્રોડ્કશન સ્ટુડિયો વચ્ચે મતભેદો ઊભા થયા છે. એઆઈની મદદથી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પણ ઘણા પ્રોજેક્ટમાં કામ થઈ  રહ્યું છે. પરંતુ, ભારતના લેખકો તેના વિરોધના મામલે દ્વિઘામાં છે. પરંતુ, એઆઈ મામલે ભારતમાં અનેક યુનિવર્સિટીઓમાં રિસર્ચ થઈ રહી છે. એક યુનિવર્સિટીના પ્રોફેસરે એઆઈથી અવનવા વ્યંજનો બનાવવાની ટેકનિક શોધી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here