શેરબજાર માટે ગુડફ્રાઈડે, સેન્સેક્સ પહેલી વખત 60,000ને પાર

0
214
નાના રોકાણકારો મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં રોકાણ કરી રહ્યા છે તે જોતાં સેન્સેક્સ 60,000 અને નિફ્ટી 18,000 થઈ શકે છે.
નાના રોકાણકારો મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં રોકાણ કરી રહ્યા છે તે જોતાં સેન્સેક્સ 60,000 અને નિફ્ટી 18,000 થઈ શકે છે.

ભારતીય શેરબજારમાં આવેલી તેજીના કારણે છેલ્લા એક વર્ષથી નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી સમયાંતરે નવી ઐતિહાસિક સપાટી રચવાના રેકોર્ડ બનાવે છે. સેન્સેક્સ 60,000ને પાર થઈ ગયું છે. જ્યારે નિફ્ટી 18,000 પોઈન્ટની બનાવવાની નજીક છે. ગુરુવારે 23 સપ્ટેમ્બરે સેન્સેક્સ 958 અંક વધી 59885 પર બંધ રહ્યો હતો ત્યારે 24 સપ્ટેમ્બરનો શુક્રવાર શેરબજાર માટે ગુડ ફ્રાઈડે સાબિત થયો છે. સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ભારતીય શેર બજારમાં શુક્રવારે કડાકો બોલે તો તેના માટે ‘બ્લેક ફ્રાઈડે શબ્દ પ્રચલિત છે અને બજારે અનેકવાર બ્લેક ફ્રાઈડે જોઈ પણ લીધો છે. વર્તમાન સંજોગોમાં સેન્સેક્સ 60,000ની સપાટી પર પહોંચી ગયો છે આ સાથે જ 24 સપ્ટેમ્બરની તારીખ શેરબજાર માટે ઐતિહાસિક બની ગઈ છે અને તેને માર્કેટમાં ગુડ ફ્રાઈડે તરીકે હમેશા યાદ રાખવામાં આવશે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના નિખિલ ભટ્ટે કહ્યું કે માર્કેટમાં જે પ્રકારે તેજી આવી છે તેના કારણે અગાઉ જેઓ રોકાણ નહોતા કરી શક્યા તેઓ પણ હવે પોતાની ફિક્સ ડિપોઝિટીમાંથી રૂપિયા કાઢી શેરબજારમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. નાના રોકાણકારો મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં રોકાણ કરી રહ્યા છે તે જોતાં સેન્સેક્સ 60,000 અને નિફ્ટી 18,000 થઈ શકે છે. આ સાથે જ જો આવતા દિવસોમાં નિફ્ટી 17,500નું લેવલ ન તોડે તો 18,200નો નવો હાઇ પણ જોવા મળી શકે છેનિખિલ ભટ્ટે જણાવ્યું કે, ભારતીય શેરબજારમાં લિકવિડિટીનો પ્રશ્ન હતો તે હલ થઈ ગયો છે. કોરોના આવ્યા પછી જે મંદી આવી હતી તે હવે ધંધા રોજગાર શરૂ થઈ જવાથી દૂર થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી બેઝ્ડ બ્લૂ ચિપ શેર્સમાં વિદેશી સંસ્થાઓની સાથે સાથે સ્થાનિક ફાંદોની પણ સારી એવી ખરીદી રહે છે. પબ્લિક ઇશ્યૂ પણ ઓવર સબ્સ્ક્રાઇબ થઈ રહ્યા છે અને સ્મોલકેપ તથા મિડકેપમાં પણ બહોળી લેવાલી છે.ઈન્વેસ્ટ અલાઈન સિક્યુરિટીઝના કો-ફાઉન્ડર ગુંજન ચોકસીએ જણાવ્યું હતું કે વર્તમાન બજાર પ્રવાહમાં, તેજીને મજબૂત ટેકો મળી રહ્યો છે. આવા સમયે ઇન્ડેક્સ અને સેકટોરલ મૂવમેન્ટ પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બજાર અત્યારે સર્વોચ્ચ સપાટીએ છે અને શુક્રવારે પણ તે તેજી સાથે જ ખૂલે તેવી પૂરી સંભાવના છે. એક લેવલ પછી માર્કેટમાં કરેક્શન આવશે. આખરે હંમેશા યાદ રાખવું જોઈએ કે બુલ રન ગમે તેટલી મજબૂત હોય, પ્રોફિટ બૂકિંગની શરૂઆત માટે એક નકારાત્મક મુદ્દો જ કાફી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here