આજે AMCમાં શહેજાદખાન પઠાણ વિપક્ષના નેતા તરીકે પદગ્રહણ કરશે

0
66
આ કાર્યક્રમમાં તમામ કોર્પોરેટરોને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોમાં પણ હવે બે જૂથ પડી ગયા છે.
આ કાર્યક્રમમાં તમામ કોર્પોરેટરોને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોમાં પણ હવે બે જૂથ પડી ગયા છે.

કોંગી કોર્પોરેટરોમાં બે જૂથ પડ્યા હોવાથી ગણ્યા ગાંઠ્યાં કોર્પોરેટરો હાજર રહેશે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના જ 10 જેટલા કોર્પોરેટરોના વિરોધ વચ્ચે બનાવાયેલા વિપક્ષના નેતા દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ આજે બપોરે ત્રણ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે પોતાનું પદ સંભાળશે. શહેઝાદ ખાન બપોરે દાણાપીઠ ખાતે મુખ્ય ઓફિસમાં આવેલા પ્રાંગણમાં મહાદેવ મંદિરમાં દર્શન કરી અને બાદમાં ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ઓફિસમાં ચાર્જ સંભાળશે. આજે યોજાનારા પદગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસના અમદાવાદના સ્થાનિક ધારાસભ્યો કાર્યકર્તાઓ વગેરે પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં તમામ કોર્પોરેટરોને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોમાં પણ હવે બે જૂથ પડી ગયા છે. જેથી આજે માત્ર ગણ્યાગાંઠયા કોંગ્રેસના કોર્પોરેટરો હાજર રહેશે. કોંગ્રેસ પક્ષની છબી ખરડાય તે પ્રકારે કરાયેલ વર્તનના કારણે નોટિસ આપવામાં આવી હતી. કોર્પોરેટરએ 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ બેઠક બાદ નિરીક્ષક સી જે ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું જેમાં શિસ્ત સમિતિને વીડિયો સોંપવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ પાસે જઈ રજુઆત કરવાનો તમામને હક છે. વિપક્ષના નેતાનો નિર્ણય થયા પહેલા જાતે જ નક્કી કરી વિરોધ ના કરી શકાય. દરેક વર્ષે અલગ અલગ નેતા વિપક્ષ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી થોડા થોડા સમય બદલાય તો અમદાવાદ વિપક્ષના નેતા વિપક્ષ કેમ નહીં? હાલ આ મામલે હવે કોંગ્રેસ પક્ષે વિરોધ કરવા ઉભા થયેલા તમામ કોર્પોરેટર સામે પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરીને તેમને શિસ્તભંગની નોટીસ ફટકારી છેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના 10 જેટલા કાઉન્સિલરોએ ગઈકાલે કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળીને રાજીનામા આપી દીધા હતા. પાર્ટી દ્વારા શહેજાદ ખાન પઠાણને વિપક્ષના નેતા તરીકે પહેલા એક વર્ષ માટે બનાવવાનો નિર્ણય લીધો હોવા સાથે 10 કાઉન્સિલરોનો વિરોધનો સૂર ઉઠ્યો હતો. જેના પગલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવા માટે આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. જેમા કુલ 24 કોર્પોરેટરમાંથી 10 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે તેમા 4 મુસ્લિમ તેમજ 5 મહિલા કોર્પોરેટરો સામેલ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here