ભાજપ યુવા મોરચાના ઉપ-પ્રમુખનું રોડ અકસ્માતમાં મોત

0
274
ખેડા તાલુકાના મોકવા ગામના વતની કલ્પેશસિંહ ડાભી નું રાત્રે અકસ્માતમાં મોત થયું છે
ખેડા તાલુકાના મોકવા ગામના વતની કલ્પેશસિંહ ડાભી નું રાત્રે અકસ્માતમાં મોત થયું છે

ખેડા: રાજ્યમાં દરરોજ અકસ્માત ના અનેક બનાવો બને છે. ખેડા જિલ્લા માં બનેલા એક અકસ્માતમાં જિલ્લા ભાજપના યુવા મોરચાના ઉપ-પ્રમુખનું મોત થયું છે. તેઓ કાર લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. તેઓનું ઘટના સ્થળે જ મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. બીજેપીના યુવા નેતા અને ગામના યુવાનનું મૃત્યું થતાં મોટી સંખ્યામાં લોકો અને બીજેપીના કાર્યકરો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા.

મળતી માહિતી પ્રમાણે ખેડા તાલુકાના મોકવા ગામ ના વતની કલ્પેશસિંહ ડાભી નું રાત્રે અકસ્માતમાં મોત થયું છે. તેઓ સિંહુજ એમપીએલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી કાર લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વાંઠવાડીથી મોકવા જવાના રોડ પર તેમની કાર ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here