UPમાં ચોથા તબક્કાનું વોટિંગ : સવારે 9 વાગ્યા સુધીમાં 9.10% મતદાન, સૌથી વધુ 10.62% મતદાન પીલભીતમાં

0
247
જ્યારે સવાલ એ પણ છે કે શું લખીમપુરકાંડ પછી ભાજપા ત્યાં અગાઉ જેવું પ્રદર્શન ફરી કરી શકશે? અટલનું લખનઉ કોનું થશે? આનો નિર્ણય પણ આ તબક્કામાં થશે
જ્યારે સવાલ એ પણ છે કે શું લખીમપુરકાંડ પછી ભાજપા ત્યાં અગાઉ જેવું પ્રદર્શન ફરી કરી શકશે? અટલનું લખનઉ કોનું થશે? આનો નિર્ણય પણ આ તબક્કામાં થશે

માયાવતી-અદિતિ સિંહ અને સાક્ષી મહારાજે મતદાન કર્યું; ઉન્નાવનાં 12 મતદાન કેન્દ્ર પર મશીન ખરાબ

યુપી વિધાનસભાના ચોથા તબક્કમાં આજે 9 જિલ્લાઓની 59 સીટો પર વોટિંગ થઈ રહ્યું છે. આજે સવારે 9 વાગ્યા સુધી 9.10 ટકા મતદાન થયું છે. તેમાં સૌથી વધુ 10.62 ટકા વોટ પીલભીતમાં પડ્યા છે. 10.45 ટકાની સાથે લખીમપુર ખીરી બીજા નંબરે છે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 2.13 કરોડ મતદારો 624 ઉમેદવારોના નસીબનો નિર્ણય કરશે. તેમાંથી 91 મહિલા ઉમેદવારો છે. સવારે 8 વાગ્યા પહેલા બસપા સુપ્રીમો મયાવતીએ લખનઉ, બીજેપી નેતા અદિત સિંહે રાયબરેલી સદર અને સાક્ષી મહારાજે ઉન્નાવમાંથી મતદાન કર્યું છે આ ચોથા તબક્કામાં કોંગ્રેસ સામે પોતાનો ગઢ રાયબરેલી બચાવવાનો પડકાર છે. જ્યારે સવાલ એ પણ છે કે શું લખીમપુરકાંડ પછી ભાજપા ત્યાં અગાઉ જેવું પ્રદર્શન ફરી કરી શકશે? અટલનું લખનઉ કોનું થશે? આનો નિર્ણય પણ આ તબક્કામાં થશે. ઉલ્લેખનીય છે કે યુપીમાં અત્યારસુધી ત્રણ તબક્કામાં 172 સીટ પર વોટિંગ થઈ ચૂક્યું છે. રાજ્યમાં ચોથા તબક્કામાં નિષ્પક્ષ અને શાંતિપૂર્વક મતદાન યોજાય એ માટે 860 કંપનીના અર્ધસૈનિક સુરક્ષા દળને ગોઠવવામાં આવ્યા છે, એમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ માહિતી આપી હતી. બસપા સુપ્રીમો માયાવતીએ લખનઉની મ્યુનિસિપલ નર્સરી સ્કૂલ પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું. શુક્લાએ જણાવ્યું હતું કે કુલ મતદાતા પૈકી 1.14 કરોડ પુરુષ અને 99 લાખ મહિલા છે, જ્યારે ઉમેદવારોમાં 91 મહિલા પણ ચૂંટણી મેદાનમાં છે. આ સાથે 13,817 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. આ પૈકી 874 આદર્શ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે, જ્યારે 142 બૂથ પર તમામ મહિલા કર્મચારી હશેઅગાઉ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ નવ જિલ્લામાં કુલ 55.31 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 58.24 ટકા મતદાન થયું હતું. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખી મતદાન દિવસે પોલિંગ બૂથ પર થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, ગ્લવ્ઝ, ફેસ માસ્ક, ફેસ શીલ્ડ, PPE કિટ, સાબુ, પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here