રાજ્યમાં સિવિયર કોલ્ડવેવની આગાહી વચ્ચે નલિયાનો પારો ગગડ્યો

0
171
ઠંડી વધતા હાલ રિવરફ્રન્ટ પર લોકોની ભીડમાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે શનિ-રવિની રજાના દિવસોમાં વહેલી સવારે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હોય છે.
ઠંડી વધતા હાલ રિવરફ્રન્ટ પર લોકોની ભીડમાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે શનિ-રવિની રજાના દિવસોમાં વહેલી સવારે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હોય છે.

રા જ્યમાં હાડ થિજાવતી કાતિલ ઠંડી અનુભવાઈ છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. પરંતુ સૌથી વધુ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયુ છે. 2.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા થીજી ગયુ છે. જોકે, રાજ્યમાં હજુ 2 દિવસ સિવિયર કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. રાજ્યભરમાં કાતિલ ઠંડીથી લોકો ઠૂઠવાયા છે.

રાજ્યમાં હાડ થિજાવતી કાતિલ ઠંડી (coldwave) અનુભવાઈ છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. પરંતુ સૌથી વધુ તાપમાન કચ્છ (kutch) ના નલિયામાં નોંધાયુ છે. 2.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા થીજી ગયુ છે. જોકે, રાજ્યમાં હજુ 2 દિવસ સિવિયર કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ (weather update) દ્વારા કરવામા આવી છે. રાજ્યભરમાં કાતિલ ઠંડીથી લોકો ઠૂઠવાયા છે.

  • ડીસામાં 8.8 તાપમાન 
  • ભુજમાં 10 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 11.2 તાપમાન
  • કંડલામાં 12.5 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 12.7 તાપમાન 
  • અમરેલીમાં 13.4 ડિગ્રી તાપમાન
  • ભૂજમાં 10.0 ડિગ્રી તાપમાન
  • કંડલામાં 12.5 ડિગ્રી તાપમાન

સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ સિવિયર કોલ્ડવેવની અસર જોવા મળી છે. કચ્છમાં ઠંડા અને સૂકા પવન ફૂંકાઈ રહ્યાં છે. તો બીજી તરફ, નલિયામાં ઠંડીનો પારો આજે તળિયે પહોંચી ગયો છે. રાજ્યના શિતમથક નલિયામાં 2.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ઠંડું મથક નોંધાયું છે. જોકે, ચાલુ સીઝનમાં નલિયા ખાતે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ભૂજમાં પણ સવારથી ઠંડીનો ઠાર યથાવત છે. ભૂજમાં 10.0 ડિગ્રી તો કંડલામાં 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. 

રાજ્યમાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને જુનાગઢમાં લઘુત્તમ તાપમાન નોંધાશે. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. મોડી રાતે અને વહેલી સવારે સૂકા પવનો અનુભવાઈ રહ્યાં છે. હિમાલય રીજનમાં ભારે હિમવર્ષાને લઈ ઉત્તર દિશાથી ફૂંકાતા તેજ પવનોથી સમગ્ર રાજ્યભરમાં શીત લહેર છવાઈ ગઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડીમાં વધારો થતા તેની અસર રિવરફ્રન્ટ પર જોવા મળી રહી છે. ઠંડી વધતા હાલ રિવરફ્રન્ટ પર લોકોની ભીડમાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે શનિ-રવિની રજાના દિવસોમાં વહેલી સવારે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હોય છે. સાઈકલિંગ, વોકિંગ અને એક્સરસાઈઝ કરવા માટે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ પર આવતા હોય છે. પરંતુ અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધતા લોકો ઘરમાંથી બહાર નથી નીકળી રહ્યા છે. જેથી હાલ રિવરફ્રન્ટ પર લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here