‘RRR’ સાથે ક્લેશ થવાથી કાર્તિક આર્યને ‘ભૂલ ભુલૈયા 2’ની રિલીઝ ડેટ બદલી

0
49
આથી જ 'ભૂલ ભુલૈયા 2'ના મેકર્સે ફિલ્મ બે મહિના પછી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો'RRR'ના મેકર્સે 31 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ ડેટની જાહેરાત કરી હતી.
આથી જ 'ભૂલ ભુલૈયા 2'ના મેકર્સે ફિલ્મ બે મહિના પછી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો'RRR'ના મેકર્સે 31 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ ડેટની જાહેરાત કરી હતી.

કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ની રિલીઝ ડેટ ટાળવામાં આવી છે. કાર્તિક આર્યને આ અંગે પોસ્ટ શૅર કરી હતી. આ ફિલ્મ હવે 20 મે, 2022ના રોજ રિલીઝ થશે. પહેલાં આ ફિલ્મ 25 માર્ચે રિલીઝ થવાની હતી. જોકે, આ દિવસે ‘RRR’ રિલીઝ થવાની છે. આથી જ ‘ભૂલ ભુલૈયા 2’ના મેકર્સે ફિલ્મ બે મહિના પછી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો’RRR’ના મેકર્સે 31 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. મેકર્સે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે આ ફિલ્મ 25 માર્ચે થિયેટરમાં રિલીઝ થશે 25 માર્ચના રોજ ‘ભૂલ ભુલૈયા 2’ પણ રિલીઝ થવાની હતી. જોકે, ‘RRR’ આ જ દિવસે રિલીઝ થવાથી ‘ભૂલ ભુલૈયા 2’ના મેકર્સે રિલીઝ ડેટ ચેન્જ કરવાનો નિર્ણય લીધો હતો.અનીસ બઝ્મીના ડિરેક્શનમાં બનેલી ‘ભૂલ ભુલૈયા 2’માં કાર્તિક ઉપરાંત કિઆરા અડવાણી, તબ્બુ, રાજપાલ યાદવ તથા ગોવિંદ નામદેવ છે. ફરહાદ સામજી તથા આકાશ કૌશિકે ફિલ્મની વાર્તા લખી છે. ફિલ્મને ટી સિરીઝે પ્રોડ્યૂસ કરી છે.2007માં આવેલી ‘ભૂલ ભુલૈયા’ની સીક્વલ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો. ફિલ્મને પ્રિયદર્શને ડિરેક્ટ કરી હતી. ‘RRR’માં જુનિયર NTR, રામચરણ, આલિયા ભટ્ટ તથા અજય દેવગન છે. આ ફિલ્મ પાંચ ભાષામાં હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here