ભાજપે ‘કોંગ્રેસ ફાઈલ્સ’ના વધુ બે એપિસોડ જાહેર કર્યા, કોલસાની દલાલીમાં કાળા હાથ કર્યાનો ઉલ્લેખ કર્યો

0
38

ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વીડિયાને ટ્વિટ કરીને અપલોડ કરવામાં આવ્યો હતો

ત્રીજા એપિસોડમાં બીજેપીએ કોલસા કૌભાંડને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

કોંગ્રેસ ફાઈલ્સના ત્રીજા એપિસોડમાં ભારતીય જનતા પાર્ટીએ કોલસા કૌભાંડને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોલસાની દલાલીમાં હાથ કાળા હોય છે કહેવતનો ઉલ્લેખ કરતાં ભાજપે કહ્યું કે જ્યારે કોલસો પોતે જ કોંગ્રેસની સરકારમાં કૌભાંડોનો શિકાર બન્યો હતો ત્યારે તમે વિચારી શકો છો કે કોંગ્રેસે ક્યાં અને કેવી રીતે કૌભાંડો કર્યા નથી. ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વીડિયાને ટ્વિટ કરીને અપલોડ કરવામાં આવ્યો હતો. ભાજપે જાહેર કરાયેલા લેટેસ્ટ વીડિયોમાં લખ્યું છે કે કોલસાની દલાલીમાં કાળા ‘હાથ’ કરવાની કહાની. આના દ્વારા પાર્ટીએ ‘2012ના કોલસા કૌભાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોલસાની દલાલીમાં માત્ર કોંગ્રેસનો હાથ જ નહીં પરંતુ કોંગ્રેસની યુપીએ સરકારને પણ કાળા કરવામાં આવી હતી. પાર્ટીએ આ વીડિયોમાં અનેક મીડિયા રિપોર્ટ પણ દેખાડવામાં આવ્યા છે. બીજેપીએ વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો કે મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન તેમના વચનો ચર્ચા ઓછી જ્યારે કૌભાંડોની ચર્ચા વધુ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here