બાલાસોર ટ્રેન દુર્ઘટના મામલે મોટા સમાચાર, સિગ્નલ JE પરિવાર સાથે ફરાર, CBIએ ઘર સીલ કર્યું

0
43

ઓડિશાના બાલાસોર રેલ્વે ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI કરી રહી છે

આ દુર્ઘટનામાં 292 લોકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા

ઓડિશાના બાલાસોર રેલ્વે ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI કરી રહી છે અને આ તપાસમાં હવે મોટી કાર્યવાહી કરતા બાલાસોરમાં સોરો સેક્શન સિગ્નલના જુનિયર એન્જિનિયરના ઘરને સીલ કરી દીધું છે. બાલાસોરમાં ભાડાના મકાનમાં રહેતા એન્જિનિયરની તપાસ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ હવે તે તેના પરિવાર સાથે ગુમ થઈ ગયો છે. એન્જિનિયરનું નામ આમિર ખાન જણાવવામાં આવ્યું છે. 
CBIની ટીમ ત્રણ દિવસ બાદ ફરી પાછી આવી

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 292 લોકોના મોત ઉપરાંત 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. CBIને સોરો વિભાગ હેઠળ બાલાસોર રેલવે સ્ટેશન પર તૈનાત સિગ્નલ JE આમિર ખાન પર શંકા હતી તેથી તેનું ઘર સીલ કરી દેવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર તે ભાડાના મકાનમાં રહેતો હતો જેને સીલ કરી દેવામાં આવ્યું છે. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIની ટીમ ઘટનાસ્થળે તપાસ કર્યા બાદ 16 જૂને બાલાસોરથી રવાના થઈ હતી પરંતુ ત્રણ દિવસ બાદ ફરી પાછી આવી હતી.
આ ભયંકર દુર્ઘટના 2 જૂને થઈ હતી
ઓડિશાના બાલાસોરમાં 2 જૂને ભયંકર ટ્રેન દુર્ઘટના થઈ હતી જેમા 292 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 1000થી વધુ લોકો ઘાયલ થયા. રેલ્વેએ આ ઘટના પાછળ સિગ્નલ સિસ્ટમ સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી હતી, ત્યારબાદ કેન્દ્ર સરકારે CBIને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનામાં બહાનાગા રેલ્વે સ્ટેશન પહેલા કોરોમંડલ એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ હતી, જે બાદ ટ્રેનના કેટલાક ડબ્બા બીજા પાટા પર પડી ગયા હતા અને બીજી બાજુથી આવતી ટ્રેન તેની સાથે અથડાયા હતા જેના કારણે ત્રણ ટ્રેનો વચ્ચે ગભીર અકસ્માત થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here