રાજકોટમાં શ્રમિક પરિવારના ઘરમાં લાગી આગ, 7 લોકો દાઝ્યા, દીકરીનું બળીને ભડથું થતા કરૂણ મોત

0
78
આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં આખું ઝૂંપડું બળીને ખાખ થઇ ગયું હતું.
આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં આખું ઝૂંપડું બળીને ખાખ થઇ ગયું હતું.

કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ આવેલા દેવપરા નજીક ગઇકાલે રાત્રીના ઝુપડામાં લાઈટ જતી રહી હોવાથી અજવાળા માટે દીવો શરૂ કર્યો હતો.

રાજકોટ : રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની પાસે સોમવારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ ભભૂકી ઊઠતાં એક, આઠ અને દસ વર્ષની ત્રણ બાળકી સહિત 5 વ્યક્તિ દાઝી જતાં તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં એક વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેમજ હજી એક બાળકી અને એક યુવતીની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝૂંપડામાં લાઈટ ન હોવાથી પરિવારે દીવો કરવા બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે જોવા દીવાસળી ચાંપતા ઝૂંપડુ ભડભડ સળગ્યું હતું. પોલીસનાં સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ આવેલા એક ઝૂંપડામાં આગ લાગતાં પૂરી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.1), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉં.વ.10), ભાવુબેન ચંગાભાઈ સોલંકી (ઉં.વ.25), પૂંજી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.8), રૂપા સુનીલભાઈ સોલંકી (ઉં.વ.26) અને બે બાળક દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ પૂરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પ્રિયા અને ભાવુબેનની હાલત અતિગંભીર છે.જોકે આ ઘટનામાં એક દીકરી બચી ગઈ હતી. બનાવની જાણ થતાં તરત જ 108 અને ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં આખું ઝૂંપડું બળીને ખાખ થઇ ગયું હતું. કડકડતી ઠંડીમાં ઝૂંપડાનો આશરો પણ છીનવાઈ જતાં આ ગરીબ પરિવાર માટે ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આટલું પણ ઓછું હોય તેમ સારવાર દરમિયાન 1 વર્ષની પૂરીબેનનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.પરિવારના એક સભ્ય સુનિલે જણાવ્યું હતું કે, લાઇટ જતી રહી હતી આથી દીવો કરવા માટે બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું, શીશામાં પેટ્રોલ જોવા માટે દીવાસળી સળગાવી તો ભડકો થયો અને આગ આખા ઝૂંપડામાં પ્રસરી ગઇ હતી. બાદમાં બધા આગની ઝપેટમાં આવી ગયા હતા.જોકે, અન્ય એક વાત પણ ચર્ચાઇ રહી છે કે, લાઈટ ન હોવાના કારણે દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. જે દિવાના કારણે આગજનીનો બનાવ બન્યો છે. ત્યારે પોલીસ તપાસમાં આગ અંગે સાચું શું કારણ બહાર આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here