રશિયમાં વેગનર ગ્રુપના બળવા બાદ પુતિનનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- ષડયંત્ર સામે એકતાની જીત

0
89

પશ્ચિમી દેશ અને યૂક્રેન ઇચ્છતા હતા કે, રશિયામાં આંતરિક વિવાદ સર્જાઈ

પુતિને ધીરજ અને સમર્થન માટે રશિયાનો આભાર માન્યો

વેનગર્સના વિદ્રોહ બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રના નામે એક સંબોધનમાં ચેતવણી આપતા કહ્યું કે, રશિયામાં બ્લેકમેલ કે આંતરિક અશાંતિનો કોઇ પણ પ્રયાસ નિષ્ફળ થઇ જશે. આ સાથે જ પુતિને દાવો કર્યો કે, પશ્ચિમી દેશ અને યૂક્રેન ઇચ્છતા હતા કે, રશિયામાં આંતરિક વિવાદ ફેલાઈ અને મહત્વપૂર્ણ છે કે શનિવારે પ્રાઇવેટ આર્મીના સૈનિકોએ વિદ્રોહની જાહેરાત કરતા સત્તા પલટવાનો પ્રયાસ કર્યો હતો જે એક દિવસ કરતા પણ ઓછા સમયમાં ખતમ થઇ ગયો હતો.
પુતિને ધીરજ અને સમર્થન માટે રશિયાનો આભાર માન્યો
પુતિને દેશવાસીઓનો આભાર માન્યો અને સંબોધનમાં કહ્યું કે, વિદ્રોહની ઘટનાઓની શરૂઆત બાદથી, મોટા પાયે રક્તપાતથી બચવા માટે તેમના આદેશ પર કડક પગલા ભરવામાં આવ્યા હતા, તેમણે ધીરજ અને સમર્થન માટે રશિયાનો આભાર માન્યો હતો.
અંદરો-અંદર લડાઈ કરવાનું કાવતરું નિષ્ફળ: પુતિન 
પુતિને કહ્યું કે, આ વાસ્તવમાં એક ભાઇચારા જેવું હતું. યૂક્રેનના નવ નાજી અને તેમના પશ્ચિમી સંરક્ષક અને તમામ પ્રકારના રાષ્ટ્રીય ગદ્દાર અને રશિયાના દુશ્મન ઇચ્છતા હતા કે રશિયન સૈનિક એક બીજાને મારી નાખે.
પુતિને બેલારૂસના રાષ્ટ્રપતિનો પણ માન્યો આભાર
પુતિને કહ્યું, ઘટનાની શરૂઆતથી જ, મારા આદેશ પર મોટા પાયે રક્તપાતથી બચવા માટે પગલા ભરવામાં આવ્યા હતા. રશિયન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, તે પોતાની વાત મુકશે અને વેગનર સેનાનીઓને બેલારૂસ જવાની પરવાનગી આપશે અથવા સંરક્ષણ મંત્રાલય અથવા અન્ય કાયદાકીય એજન્સીઓ સાથે કરાર કરીને રશિયાની સેવા કરવાનું ચાલુ રાખશે. વેગનર ગ્રુપના નેતા યેવગેની પ્રિગોઝિન અને મોસ્કો વચ્ચે મધ્યસ્થીના રૂપમાં કામ કરવા માટે બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકજેન્ડર લુકાશેંકોનો પણ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here