રાજકોટમાં સામૂહિક આપઘાત: માતાએ પોતાના બે વ્હાલસોયા દીકરાઓ સાથે કર્યું અગ્નિસ્નાન

0
75
DCP સહિતના પોલીસે અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
DCP સહિતના પોલીસે અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

રાજકોટ : રાજકોટમાં આજે સવારે બનેલી સામૂહિક આપઘાતની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. શહેરના નાકરાવાડી વિસ્તારમાં મહિલાએ બે માસૂમ પુત્ર સાથે અગ્નિસ્નાન કરી મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ અને DCP સહિતના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં પ્રાથમિક તપાસમાં ગૃહ કંકાસની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે મૃતકના પતિએ પોલીસને નિવેદન આપ્યું હતું કે,મારે ક્યારેય મારી પત્ની સાથે બોલાચાલી થઈ નથી. હા, એકવાર મારી મારી માતાને એકવાર બોલાચાલી થઈ હતી. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસેના નાકરાવાડી વિસ્તારમાં 28 વર્ષીય દયાબેન વિજયભાઇ ડેડાણિયાએ 7 વર્ષીય પુત્ર મોહિત અને 4 વર્ષીય પુત્ર ધવલ સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું.

આ ઘટનાની જાણ થતાં દયાબેનના પરિવારમાં અને સમગ્ર કુવાડવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઉલ્લેખનીય છે કે આગ લાગતા મહિલા અને બાળકો જીવતા ભૂંજાયા હતા. પ્રચંડ આગને કારણે ઘરમાં પડેલ આખી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘર માંથી આગના ધુમાળાના ગોટે-ગોટા બહાર ફેલાય ગયા હતા.આગના કારણે ઘરમાં રહેલી તમામ ઘરવખરી જેમાં અનાજ, જરૂરી કાગળો, ઇલેક્ટ્રીક ચીજ્વસ્તુઓ આગમાં બળીને ખાખ થઇ ગયા હતા.ઉલ્લેખનીય છે કે આજથી 5 મહિના પહેલાં મોરબીના રવાપર રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતી એક 52 વર્ષની આધેડ મહિલાએ ઘરમાં જ સળગી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે આપઘાત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી. મૃતકનાં ત્રણ સંતાન હોઈ અને તે ત્રણેય માનસિક બીમાર હતાં, જેમની યોગ્ય કાળજી ન રાખી શકતા હોવાથી લાગી આવ્યું હતું અને આ પગલું ભર્યું હોવાનું ખૂલ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here