પોતાના જ મેનેજરની હત્યામાં રામ રહીમ દોષી સાબિત, CBIની સ્પેશિયલ કોર્ટ સંભળાવશે સજા..

0
109
રણજીત સિંહ હત્યા કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે રામ રહીમ સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, કોર્ટ 12 ઓક્ટોબરે તમામ દોષિતોને સજા સંભળાવશે
રણજીત સિંહ હત્યા કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે રામ રહીમ સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, કોર્ટ 12 ઓક્ટોબરે તમામ દોષિતોને સજા સંભળાવશે

બે સાધ્વી પર બળાત્કાર ગુજારવા અને એક પત્રકારની હત્યા મામલે હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને મોટો આંચકો લાગ્યો છે. રણજીત સિંહ હત્યા કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે રામ રહીમ સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટ 12 ઓક્ટોબરે તમામ દોષિતોને સજા સંભળાવશે.રણજીત સિંહ હત્યા કેસના આરોપી દેરામુખી ગુરમીત રામ રહીમ અને કૃષ્ણ કુમાર શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સીબીઆઈની વિશેષ કોર્ટમાં હાજર થયા હતા. તે જ સમયે, આરોપી અવતાર, જસવીર અને સબદિલ પ્રત્યક્ષ રૂપે કોર્ટમાં હાજર થયા.કુરુક્ષેત્રના રણજીત સિંહ, ડેરા સચ્ચા સૌદાની મેનેજમેન્ટ કમિટીના સભ્ય હતા, તેમની 10 જુલાઈ 2002 ના રોજ હત્યા કરવામાં આવી હતી. ડેરા મેનેજમેન્ટને શંકા હતી કે રણજીત સિંહે સાધ્વીના જાતીય શોષણનો એક અનામી પત્ર તેની બહેન પાસે લખાવ્યો હતો. રણજીત સિંહના પિતા પોલીસ તપાસથી અસંતુષ્ટ હતા અને જાન્યુઆરી 2003 માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઈ તપાસની માંગ કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ આ મામલાની તપાસ કરતી વખતે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. વર્ષ 2007 માં કોર્ટે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કર્યા હતા.ગુરમીત રામ રહીમને ઓગસ્ટ 2017 માં CBIની સ્પેશિયલ કોર્ટે બે મહિલાઓ પર બળાત્કાર ગુજારવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. તે જ સમયે, જાન્યુઆરી 2019 માં, કોર્ટે 16 વર્ષ પહેલા પત્રકારની હત્યા માટે રામ રહીમ અને અન્ય ત્રણને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી ગુરમીત રામ રહીમ હરિયાણાની સુનારિયા જેલમાં કેદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here