સંબિત પાત્રાનો રાહુલ ગાંધી પર કટાક્ષ, ‘તેમના નેતા પણ તેમણે સાંભળવા તૈયાર નથી’

0
94
આજે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે સુરતમાં સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર મોટો કટાક્ષ કર્યો છે.
સંબિત પાત્રાએ રાહુલ ગાંધી અંગે બોલતા જણાવ્યુ છે કે, રાહુલ ગાંધીનું નેતૃત્વ કોઇ સ્વીકારવા તૈયાર નથી.

સુરત : રાજ્યમાં હાલ ચૂંટણી પ્રચારને કારણે ભારે ગરમાવો વ્યાપ્યો છે. ત્યારે આજે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે સુરતમાં સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર મોટો કટાક્ષ કર્યો છે. તેમણે રાહુલ ગાંધી અંગે બોલતા જણાવ્યુ છે કે, રાહુલ ગાંધીનું નેતૃત્વ કોઇ સ્વીકારવા તૈયાર નથી. તેમના નેતા પણ તેમને સાંભળવા તૈયાર નથી. ગઇકાલના સંબોધનમાં જ રાહુલ ગાંધીનાં સંબોધનને ટ્રાન્સ્લેટ કરતા ભરતસિંહ સોલંકી અધવચ્ચે જ જતા રહ્યા હતા.સંબિત પાત્રાએ રાહુલ ગાંધી અંગે કટાક્ષ કરતા જણાવ્યુ કે, ગઇકાલે રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. જેનો વીડિયો હાલ આખા દેશમાં વાયરલ થયો છે. જેમાં મંચ પર તેમના જ નેતા ભરતસિંહ સોલંકી તેમને સાંભળવા તૈયાર નથી. ભરતસિંહ સોલંકી ટ્રાન્સ્લેશન કરી રહ્યા હતા તેમના સંબોધન વચ્ચે જ મંચ છોડીને જતા રહ્યા હતા. તેમણે કહ્યું કે, હું ટ્રાન્સ્લેશન નહીં કરું.વધુમાં સંદીપ પાત્રાએ કટાક્ષમાં કહ્યું કે, રાહુલ ગાંધી કહેતા હતા કે, જ્યારે હું નાનો હતો, મોટા ક્યારે થયા તે ખબર નહીં. જ્યારે હું નાનો હતો ત્યારે દાદીજીએ મને એક પુસ્તક આપી. જેમાં આદિવાસીઓના ફોટા હતા. આ ફોટા જોઇને તેમણે આદિવાસીઓ અંગે સમજ્યા.આપને જણાવીએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે ​​ગુજરાતના સુરતમાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધી હતી. જેમાં તેઓ હિન્દીમાં બોલતા હતા અને ભરતસિંહ સોલંકી ગુજરાતીમાં અનુવાદ કરતા હતા. ત્યારે ભાષણ આપતી વખતે પ્રેક્ષકોમાં હાજર એક યુવકે તેમને અટકાવ્યા હતા. જેના કારણે રાહુલ ગાંધીએ તેમનું ભાષણ રોકવું પડ્યું હતું. યુવકે તેમને અટકાવીને કહ્યું કે, તમે હિન્દીમાં બોલો, અમે સમજી શકીએ છીએ, અમને અનુવાદકની જરૂર નથી. રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ અટકાવીને સ્ટેજ પરથી જ યુવકને પૂછ્યું કે, શું હિન્દી ચાલશે?આ પછી રેલીમાં હાજર ભીડ સહમત થઈ ગઈ, ત્યારબાદ રાહુલ ગાંધીએ પોતાનું આખું ભાષણ હિન્દીમાં આપવાનું શરૂ કર્યું હતું. ગુજરાતમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીમાં, ગાંધીએ સુરત જિલ્લાના મહુવા ખાતે આદિવાસીઓના સભાને સંબોધતા કહ્યું કે, તેઓ દેશના પ્રથમ માલિક છે અને દાવો કર્યો કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેમના અધિકારો છીનવવાનું કામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here