કાતિલ ઠંડી: હજુ બે દિવસ સુધી ગુજરાત ભરમાં ઠંડીની આગાહી

0
77
 બીજી બાજુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે
 બીજી બાજુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે

નલિયા 6.2 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી શિયાળાની ગાત્રો થિજાવતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ બન્યા બાદ ફરી એકવાર શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. અમદાવાદ સહિત રાજ્યના અંદાજે 10થી વધુ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડીગ્રીથી પણ નીચે આવી ગયો હતો. અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 9.1 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 7.1 ડીગ્રીએ પહોંચી જતાં લોકો ગાત્રો થીજવતી ઠંડીમાં તોબાહ પોકારી ઊઠયા હતા.આગામી 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડીગ્રી સુધી લઘુતમ તાપમાન રહેવાની શક્યતાઓ છેહવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છના વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. હવામાન ખાતાએ જારી કરેલી વિગતો પ્રમાણે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નલિયા, રાજકોટ, કેશોદ, કંડલા એરપોર્ટ અને મહુવામા લઘુતમ તાપમાનના પોરો 10 ડીગ્રીથી નીચે આવી ગયો હતો. આ સિવાય ભુજ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જૂનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન 7 ડીગ્રી અને ગિરનાર પર 2 ડીગ્રી નોંધાયું છેહવામાન વિભાગે સતત બે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. તેની સાથે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બુઝુર્ગો સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. આ તકલીફો વાળા લોકોને ઠંડી બચવા હવામાન વિભાગે સ્વેટર સહિતના પ્રેકોશન્સનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છેહવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવે ઉત્તરાયણના આડે પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે. કાતિલ ઠંડીને કારણે લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે. જેવી ઉત્તરાયણ પૂરી થશે એટલે ફરીવાર 16થી 18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ‘આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેને કારણે યલો એલર્ટ રહેશે. જોકે બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો નોંધાશેઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી હાડ થિજાવતી ઠંડી અનુભવાઈ રહી છે. સોમવારે પણ લઘુતમ તાપમાન 1 ડીગ્રી સુધી ઘટ્યું હતું. સતત બીજા દિવસે 10 ડીગ્રીથી નીચા તાપમાનને લઇ વાતવરણ ઠંડુંગાર બન્યું છે. ઉત્તર ગુજરાતમાં સોમવારે ઠંડી 1 ડીગ્રી સુધી ઘટતાં 8.2 ડીગ્રી સાથે પાટણ સૌથી ઠંડું રહ્યું હતું. બીજી બાજુ દિવસનું તાપમાન ત્રણેક ડીગ્રી વધ્યું હતું. જોકે 26 ડીગ્રીની નીચા તાપમાનને કારણે બપોરના સમયે પણ વાતાવરણમાં ઠંડક અનુભવાઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠામાં શીતલહેર ફૂંકાશે તેમજ મુખ્ય 5 શહેરમાં દિવસ-રાતના તાપમાનમાં સામાન્ય વધ-ઘટ જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here