મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ

0
56
જેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી 11.90 લાખ કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલ મળી આવી હતી.
જેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી 11.90 લાખ કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલ મળી આવી હતી.

ભાવનગર: શહેરના હિમાલયા મોલ  પાસેથી પસાર થયેલી એક તકની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવતા ચોખાનું ભૂંસુ ભરેલા માલની આડમાં રૂપિયા 11.90 લાખની કિંમતના વિદેશી દારૂની 11904 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક અને દારૂના જથ્થા સાથે રાજસ્થાન ના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો. તે અંગે તપાસ શરૂ કરી હતી.ભાવનગર ના એએસપી સફિન હસન ને ભાવનગરમાં વિદેશી દારૂ ઘુસાડવાની અંગેની વાત મળી હતી. જેને લઇ શહેરના મુખ્ય રસ્તા ઉપર પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન શહેરના હિમાલયા મોલ પાસેથી પસાર થતાં એક ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.નિલમબાગ  પોલીસે શહેરના હિમાલયા મોલ જીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક ટ્રક ઉપર શંકા જતા તેને ઊભો રાખી તલાશી લીધી હતી. જેમાં ટ્રકમાં ભરેલા ચોખાના ભૂંસાની આડમાં સંતાડીને લવાઈ રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.પોલીસે (Police) ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ જોવા મળ્યું હતું. જેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી 11.90 લાખ કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને ટ્રક સહિત રાજસ્થાનના બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. એ.એસ.પી સફિન હસનને બાતમી મળતા નિલમબાગ પોલીસે હિમાલિયા મોલ નજીક વોચ ગોઠવી હતી. જેમાં ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂના જથ્થા સાથે રાજસ્થાનના વતની ગજાનંદ હર્ષારામ જાટ અને સતવિર હરકુંવરસિંહ જાટ નામના બે શખ્સોને દારૂ ભરેલ ટ્રક, મોબાઈલ અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂપિયા 39,75,204 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ પોલીસે દારૂ કોને આપવાનો હતો અને ક્યાંથી લાવવામાં આવ્યો સહિતની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here