પુણે-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર મોટો અકસ્માત: એકસાથે 6 વાહનો અથડાયા, 3 લોકોના મોત

0
93
ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

સોમવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા હતા. ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર અકસ્માતમાં એકસાથે ટકરાયાં હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બેની હાલત ગંભીર છે. હાલની માહિતી અનુસાર, અકસ્માત બાદ પુણેથી મુંબઈનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મૃતકોમાં ત્રણેય લોકો કારમાં હતા. મળતી માહિતી મુજબ, રસ્તાની બાજુમાં પાર્ક કરેલા મરઘીઓથી ભરેલી ટ્રક સાથે પહેલા એક કાર અથડાઈ હતી. આ પછી પાછળથી આવતા હાઇ સ્પીડ ટ્રેલર કાર સાથે અથડાયું હતું. જેના કારણે કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી. હાલમાં કારમાં સવાર લોકોના મૃતદેહ બહાર કાઢી શકાયા નથી.હાઇવે પોલીસની ટીમ સ્થળ પર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરની ખામી સામે આવી રહી છે. હાલ પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. આ અકસ્માતમાં બે મોટા વાહન વચ્ચે બુકડો વળી ગયેલી સ્વિફ્ટ કાર પુણેથી મુંબઈ તરફ જઇ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here