ભારતમાં મહામારીની ત્રીજી લહેર આવશે : એક્સપર્ટે

0
340
એક દિવસમાં 3,35,939 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. હાલ દેશમાં 20,04,333 દર્દીઓ સારવાર હેઠળ છે.
એક દિવસમાં 3,35,939 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. હાલ દેશમાં 20,04,333 દર્દીઓ સારવાર હેઠળ છે.

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યું છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તે નક્કી છે. તેને રોકી શકાય તેમ નથી. પરંતુ તેને લઈને ડરવાની જરૂર નથી. 13 ડિસેમ્બરની સરખામણીમાં 19 ડિસેમ્બરના રોજ ઘણા રાજ્યમાં સંક્રમણનો દર વધ્યો છે. આ રાજ્યોમાં બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉતરાખંડ, ત્રિપુરા, તમિલનાડુ, આસામ, ઓડિશા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મણિપુર અને નાગાલેન્ડનો સમાવેશ થાય છેફેબ્રુઆરીમાં ઓમિક્રોનના કેસ સૌથી વધારે નોંધાશેIIT કાનપુરના વૈજ્ઞાનિક મનિંદ્ર અગ્રવાલ અને IIT હૈદરાબાદના વૈજ્ઞાનિક એમ વિદ્યાસાગરે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં ઓમિક્રોનના કેસ પિક પર હશે. તેમના રિપોર્ટ મુજબ ફેબ્રુઆરીમાં રોજના 1.50 થી 1.80 લાખ કેસ નોંધાઈ શકે છેબીજી તરફ કેન્દ્ર સરાકારે રાજ્ય સરકારને ચેતવણી આપી દીધી છે. કેન્દ્રએ કહ્યું છે કે ઓમિક્રોન કોરોનાના જૂના વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીમાં ત્રણ ગણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. એટલા માટે જરૂરી ઉપાયો શરૂ કરી દો. મંગળવારે રાજ્યોને મોકલાયેલા લેટરમાં કહેવાયું છે કે ઓમિક્રોનનો સામનો કરવા માટે વોરરૂમ એક્ટિવ કરી દેવો જોઈએ. જરૂર જણાય ત્યાં નાઈટ કર્ફ્યૂ પણ લાગુ કરી દેવો જોઈએ. ઓમિક્રોન અને ડેલ્ટા બન્ને વેરિયન્ટ દેશમાં હાલ એક્ટિવ છે. એટલા માટે ભાવી રણનીતિને ઘડીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાની જરૂર છે.મહારાષ્ટ્ર વિધાનસભામાં આજથી શિયાળું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલા ધારાસભ્યો, વિધાનસભા સ્ટાફ અને પોલીસ કર્મચારીનો કોરોના ટેસ્ટ થયો હતો. જેમાં 8 પોલીસ કર્મચારી અને બે કર્મચારી કોરોના પોઝિટિવ નિકળ્યા હતા.તેલંગાણામાં મંગળવારે ઓમિક્રોનનના 4 નવા કેસતેંલગાણામાં 4 નવા ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. ઓમિક્રોનના દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટર પણ નવા વેરિયન્ટથી સંક્રમિત થયો છે.ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધી 15 રાજ્યમાં 213 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે દિલ્હીમાં 57 અને મહારાષ્ટ્રમાં 54 કેસ છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસ 6317 નોંધાયા છે. જ્યારે 318 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસ ઘટીને 78 હજાર 190 થયા છે. જે 575 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લા 55 દિવસથી કોરોનાના કેસ 15 હજારથી નીચે નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here