લોન લેનારનો પક્ષ સાંભળ્યા વિના એકાઉન્ટ ફ્રોડ ઘોષિત ન કરવું

0
32
– સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્ણય  
– હવેથી બેંકોએ એકાઉન્ટને ડિફોલ્ટ ઘોષિત કરતા પહેલા મજબૂત કારણ રજૂ કરવું પડશે બેંક લોન મામલામાં સુપ્રીમ કોર્ટે સોમવારે મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યાં સુધી લોન લેનાર વ્યકિતનો પક્ષ ન સાંભળવામાં આવે ત્યાં સુધી તેમના ખાતાઓને ફ્રોડ ઘોષિત ન કરવા જોઈએ. 
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, લોન લેનાર વ્યકિતની સુનાવણી વગર લોન લેનાર ખાતાઓને ડિફોલ્ટ ઘોષિત કરવાથી ગંભીર પરિણામોનો સામનો કરવો પડે છે. કોર્ટે આગળ સુનાવણીમાં કહ્યું કે, ઓડી અલ્ટરમ પાર્ટેમની ગાઈડલાઈન એટલે કે, બીજા પક્ષને સાંભળ્યા બાદ જ એકાઉન્ટને ફ્રોડ અથવા ડિફોલ્ટ ઘોષિત કરવામાં આવે. 
હવેથી બેન્કોએ કોઈપણ એકાઉન્ટને ડિફોલ્ટ અથવા ફ્રોડ ઘોષિત કર્યા પહેલા મજબૂત કારણ આપવું પડશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ હિમા કોહલીની અધ્યક્ષતાવાળી બેંચે તેલંગાણા હાઈકોર્ટ દ્વારા ૨૦૨૦માં આપવામાં આવેલા નિર્ણય પર સુનાવણી કરી હતી. 
આ સુનાવણી દરમિયાન કોર્ટે તેલંગાણા હાઈકોર્ટના એ નિર્ણયને પલટાવ્યો હતો, જેમાં ઓડી અલ્ટરમ પાર્ટેમની ગાઈડલાઈન વિરૂદ્ધ નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો.  આ ગાઈડલાઈન મુજબ, કોઈપણ નાનામાં નાના મામલામાં બીજા પક્ષની સુનાવણી સિવાય નિર્ણય કરવો યોગ્ય નથી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here