મુંબઈની શાળામાં બાળકો સાથે કરીનાની ફન એક્ટિવિટી

0
31
– લોકડાઉન પહેલાં અને પછીનાં ભણતર વિશે વાતો કરી
– કરીના ખુદ કોલેજ ડ્રોપ આઉટ હોવા છતાં પણ એક દાયકાથી યુનિસેફની  એજ્યુકેશન એમ્બેસેડર છે  મુંબઈના ગોરેગાંવ વિસ્તારની મીઠા નગર મ્યુનિસિપલ શાળામાં અભિનેત્રી કરીના કપૂરને તેમની વચ્ચે જોઈ શાળાના બાળકો અવાચક થઈ ગયાં હતાં. કરીનાએ યુનિસેફની એજ્યુકેશન એમ્બેસેડર તરીકે શાળામાં જઈ બાળકો સાથે ફન એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. 
કરીના ખુદ કોલેજ ડ્રોપ આઉટ છે. તેણે જુદા જુદા તબક્કે કોમર્સમાં અન ે કાયદાના અભ્યાસક્રમમાં એડમિશન લીધું હતું પરંતુ તે ડિગ્રી મેળવી શકી ન હતી અને ભણતર અધૂરું રાખીને જ અભિનય ક્ષેત્રમાં આવી ગઈ હતી. કરીનાએ પોતે સ્નાતક નહીં બનવા અંગે એકથી વધુ વાર અફસોસ પણ વ્યક્ત કર્યો છે.  કરીના આશરે એક દાયકાથી યુનિસેફની એજ્યુકેશન એમ્બેસેડર છે. તેના ભાગ રુપે જ તે મુંબઈની શાળામાં બાળકો વચ્ચે વિવિધ એક્ટિવિટી માટે પહોંચી હતી.  કરીનાના જણાવ્યા અનુસાર જોકે, આ મુલાકાત એક સેલિબ્રિટી કરતાં પણ એક માતા તરીકેની વધારે હતી. 
બાળકો કરીનાને તેમની વચ્ચે જોઈને છક થઈ ગયાં હતાં. જોકે, બાદમાં તેઓ તેની સાથે સારી રીતે હળીમળી ગયાં હતાં.  તેમણે કરીનાનું ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું. કરીનાએ તેમની સાથે મનપસંદ વિષય પર વાંચન કર્યું હતું, ચિત્રો દોર્યાં હતાં અને  વિવિધ ગૂ્રપ એક્ટિવિટી કરી હતી. કરીના બાળકો સાથે ભણી જવા માટે તેમની વચ્ચે જ જમીન પર બેસી ગઈ હતી. 
કરીનાએ શિક્ષકો સાથે પણ લોકડાઉન પહેલાં અને લોકડાઉન પછી આ બાળકોનાં ભણતર પર શું અસર પડી છે તેની ચર્ચા પણ કરી હતી. કરીનાએ પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે મૂકેલા ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. કુંડાળે વળીને બેઠેલાં બાળકો વચ્ચે જમીન પર બેસીને તેમની સાથે વાતો કરતી કરીનાને ચાહકોએ બિરદાવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here